________________
સૂરીશ્વર અને સા.
ARARAAAAAAA
હેમૂને હરાવવા દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. માર્ગમાં તરાદિબેગખાન ડાક સૈન્ય સાથે રહામે મળ્યો. તેને બૈરામ ખાને છેતરીને મારી નાખ્યું. તે પછી આગળ વધતાં ફરક્ષેત્ર નામના પ્રસિદ્ધ સ્થાનમાં અકબર અને હેમૂના સૈન્યને ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં પરિણામ એ આવ્યું કે બૈરામ ખાનના એક બાણથી હેમ હાથી પરથી નીચે પડશે. તેનું સૈન્ય નાશી ગયું અને અકબરે જય મેળવ્યું. તે પછી અકબરે આગળ વધીને દિલ્લી અને આગરાને સ્વાધીન કર્યા અને પિતાના સિંહાસને નિશંકપણે આરૂઢ થયે.
અકબર ગાદીએ બેઠે, તે વખતે ભારતવર્ષની સ્થિતિ બહુ ખરાબ હતી. લગભગ દરેક સ્થળે અવ્યવસ્થા અને અરાજકતા જેવાં જ ચિહને દેખાતાં હતાં. તેમાં પણ આર્થિક સ્થિતિ લેકેની કંઈક વધારે ખરાબ હતી. તેમાં કારણે અનેક હતાં. જે દેશની રાજકીય સ્થિતિ ઠીક ન હોય, પ્રબંધવાળી ન હોય, તે દેશની આર્થિક સ્થિતિને જરૂર ધકકે પહોંચે છે. એક તે એ, અને બીજું . સ. ૧૫૫૫ અને ૧૫૫૬ એમ બે વર્ષ લાગેટ દુષ્કાળ પડે
૧ તરાદિબેગખાન ( તાદિબેગ)ને કારણે માર્યો? એ વિષયમાં ઈતિહાસકારના જુદા જુદા મતો છે. બંકિમચંદ્ર બાહેડીએ આ મતો પિતાના “સમ્રાટ અકબર' નામના બંગાળી પુસ્તકમાં આપ્યા છે. તે ઉપરથી જણાય છે કે-અદાઉનીના મત પ્રમાણે- “ અકબરની સમ્મતિથી ભેરામખાને તેને માર્યો હતો. ” ફિરસાએ લખ્યું છે કે-બરામખાને અકબરને કહ્યું કે- આપનામાં દયા બહુ છે, આપ તાર્દિ બેગને જરૂર ક્ષમા કરત, એટલા માટે આપને જણાવ્યા સિવાય મેં તેને માર્યો છે. આ સાંભળી અકબર કંપી ઉઠયો ” વિગેરે.
૨ હેમૂના મૃત્યુ સંબંધી પણ ભિન્ન મત છે. અહમદ યાદગોરે લખ્યું છે કે અકબરે બેરામખાનના આદેશથી સ્ત્રાઘાત કરીને હેમનું મસ્તક અપવિત્ર શરીરથી અલગ કર્યું હતું. ” અબુફજલ,, ફેજી, સરહિન્દી અને બાઉનીએ લખ્યું છે કે “અકબર તેમના શરીરમાં અઝાવાત કરવાને અસ્વીકૃત થયો અને બૈરામખાને તેને શિરચ્છેદ કર્યો. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org