SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ પરિચય. ' ' AANVAAAAAAAAAAA હીરવિજયસૂરિને પકડવા માટે ઝટ સો ઘોડેસવારે દેડાવ્યા. સવારે કુણઘેરની ચારે તરફ ફરી વળ્યા. હીરવિજયસૂરિ, રાતની અંદર, ત્યાંથી ચાલી નિકળ્યા. તેમની રક્ષાને માટે વડાવલી, કે જે પાટ થી લગભગ પંદર માઈલ થાય છે, ત્યાંના રહીશ તેલા ધામીએ કેટલાક કળી લેકોને સાથે કર્યા. હીરવિજયસૂરિ વડાવલીમાં ગયા. અધુરામાં પૂરું વળી જે વખતે તેઓ વડાવલી જવા નીકળ્યા હતા, તે વખતે ખાઈમાં ઉતરીને છીંડે થઈને જતાં તેમની સાથેના સાધુ લાભ વિજયજીને સાપે ડંખ માર્યો. પરંતુ સૂરિજીના હાથ ફેરવવા માત્રથી સર્ષનું વિષ ચઢયું નહિ. બીજી તરફ પેલા કુણગેરમાં આવેલા ઘેડેસ્વારોએ હરવિજયસૂરિની શોધ કરી, પરંતુ તેમને પત્તો લાગે નહિં, એટલે પગલાં તપાસતા તેઓ વડાવલી આવ્યા. વડાવલીમાં પણ ઘણી તપાસ કરતાં સૂરિજી મળ્યા નહિ. છેવટે નિરાશ થઈને તેઓને પાટણ પાછા જ આવવું પડ્યું. આ ઉપદ્રવમાંથી બચવા માટે સૂરિજીને એક ઘરના ભેંયરામાં રહેવું પડ્યું. હતું. આવી રીતે ત્રણ માસ સુધી તેઓ ગુપ્તપણે રહ્યા હતા. વિ. સં. ૧૬૩૪ (ઈ. સ. ૧૫૭૮) આજ એક ઉપદ્રવ વિ. સં. ૧૬૩૬ માં પણ થયો હતે. જ્યારે હીરવિજયસૂરિ અમદાવાદ આવ્યા, ત્યારે ત્યાંના હાકેમ શિહાબખાન પાસે જઈને કોઈએ તેને ભંભેર્યો કે-“હીરવિજય ૧ આ ઉપદ્રવ વિ. સ. ૧૬૩૪ (ઈ. સ. ૧૫૭૮ ) માં થયો હતો, એમ કૃષભદાસ કવિ કહે છે, પરંતુ જો આ ઉપદ્રવ પાટણના સૂબા કલાખાન, જેનું નામ ખાનેકલાન મીરસુહમ્મદ હતું, તેના વખતમાં થયે હેય, તે ઉપર્યુક્ત સંવત લખવામાં ભૂલ થયેલ જણાય છે. કારણ કે કલાખાન તે પાટણના સૂબા તરીકે વિ. સં. ૧૬૩૧ (ઈ. સ. ૧૫૭૫) સુધી જ રહ્યા હતા, તે પછી તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરથી એમ સમજાય છે કે કાં તે સંવત લખવામાં ભૂલ થઈ છે અથવા કાં તો બાને નામ લખવામાં ભૂલ થયેલી છે. * ૨ શિહાબખાનનું પૂરું નામ શિહાબુદ્દીન અહમદખાન હતું. આના સંબંધી વિશેષ માહિતી મેળવના ઈચ્છનારે “ આઇન-ઈ-અકબરી' નો ” પહેલા ભાગના બ્લેકમેન ના અંગરેજી અનુવાજો પેજ ૩૩ર મા જેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy