________________
સૂવાર અને સાક્ષા
એક ફરમાન લખાવી લાવ્યો હતે. પરન્તુ તુરતજ માનુકલ્યાણ અને માનસિંઘ દ્વારા ખરી હકીકત અકબરના જાણવામાં આવતાં અકબરે જગમાલની વિરૂદ્ધ લખી આપ્યું. આ ફરમાન શ્રાવકોએ બહુ તાકીદે જગમાલના ગુજરાત પહોંચ્યા પહેલાં જ ગધાર મેક
હ્યું; કારણ કે આ વખતે સૂરજી ગંધાર હતા. પરિણામે જગમાલ પિતાનું ધાર્યું કંઈ કરી શક્યું છે. તે પછી જ્યારે સૂરિજી અકબરની પાસે જવા લાગ્યા હતા, ત્યારે જગમાલને પાછા ગચ્છમાં લેવામાં આવ્યું હતું. - ત્રીજો એક ઉત્પાત-શ્રીમવિજ્યજીની દીક્ષા થયા પછી હીરવિજયસૂરિ વિહાર કરતા કરતા પાટણ થઈ કુણગેર આવ્યા (આ કુણગેર પાટણથી ૩ ગાઉ દૂર થાય છે.) અને ચોમાસુ અહિંજ કર્યું. આ વખતે સેમસુંદર નામના એક આચાર્ય પણ કુણગેરમાંજ હતા. પર્યુષણ પર્વ વીત્યા પછી ત્યાં વળી ઉદયપ્રભસૂરિ આવ્યા. (આ ઉદયપ્રભસૂરિ તે વખતના શિથિલ સાધુઓ જતિ. પૈકીના કેઈ લેવા જોઈએ. કારણ કે, જે તેવા ન હોય, તે વિના કારણે ચોમાસાની અંદર એક ગામથી બીજે ગામ આવી શકેજ કેમ કહેવાય છે કે- આ વખતે તેમની સાથે ત્રણ મહાત્માએ હતા. અસ્તુ) આ ઉદયપ્રભસૂરિ તરફથી હીરવિજયસૂરિજીને એમ કહેવામાં આવ્યું કે-“ તમે સામસુંદરસૂરિને ખામણું કરે, તે અમે તમને કરીએ.” સૂરિજીએ કહ્યું -“મારા ગુરૂજીએ નથી કર્યો, તે મારાથી કેમ થઈ શકે?”
આ પ્રમાણે હીરવિજયસૂરિએ તેમનું કથન નહિ માનવાથી તેઓ બધા સૂરિજી પ્રત્યે ઘણીજ ઈર્ષ્યા કરવા લાગ્યા, એટલું જ નહિ પરંતુ સૂરિજીને વધુ કષ્ટ પહોંચાડવાના ઈરાદાથી તેઓ પાટણમાં જઈ સૂબા કલાખાનને મળ્યા. અને એવી વાત ભરાવી કે “હીરવિજયસૂરિએ વરસાદને અટકાવ્યું છે. બુદ્ધિવાદના સમયને કઈ પણ માણસ આ કારણને સાચું માની શકે ખરા? છતાં પાટણનું આધિપત્ય જોગવતાર કલાખાને તે વાતને તદ્દન સાચી માની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org