________________
સૂરીશ્વર અને સા.
રામજીને અજ નામની એક બહેન હતી. તેણીના સસરાનું નામ હરદાસ હતું. હરદાસે પિતાના છોકરાની સ્ત્રીની પ્રેરણાથી આ વખતે ખંભાતનું આધિપત્ય ભેગવનાર નવાબ શિતાબખાન ની પાસે જઈ કહ્યું - આઠ વર્ષના બાળકને હીરવિજસૂરિ સાધુ બનાવી દેવા ચાહે છે, માટે તેમને અટકાવવા જોઈએ.” કાનના કાચા સૂબાએ ઝટ હીરવિજયસૂરિ અને તેમની સાથેના બીજા સાધુઓને પકડવા માટે વારંટ કાઢ્યું. આથી હીરવિજયસૂરિને એકાન્ત સ્થાનમાં સંતાઈ જવું પડયું. નિદાન, હીરવિજ્યસૂરિ નહિ મળવાથી રત્નપાલ અને રામજીને શિતાબખાન પાસે લઈ જવામાં આવ્યા. છોકરાનું રૂપ-લાવણ્ય જોઈ શિતાબખાને રત્નપાલને કહ્યું- કેમ રે, આને તું કેમ સાધુ બનાવી દે છે? આ બાળક વેગને શું સમજે ? યાદ રાખજે, જે આને તું સાધુ બનાવી દઈશ, તે તને માર્યા વિના છેડશ નહિ.' આ શિતાબખાનનાં કેપયુક્ત વચનેથી ગભરાઈને રત્નપાલે કહ્યુંહું આને સાધુ બનાવતું નથી અને બનાવીશ પણ નહિ. હું તે એનું લગ્ન કરવાને છું. આપની હામે કેઈએ જૂઠી હકીકત કહેલી છે. ”
રત્નપાલને આ બચાવથી છોડી દીધો અને તે પછી બધી શાતિ થઈ ગઈ. આ ઝઘડામાં હીરવિજયસૂરિને ત્રેવીસ દિવસ સુધી ગુપ્ત પણે રહેવું પડયું હતું. - બીજે ઉપદ્રવ—વિ. સં. ૧૬૩૦ (ઈ. સ. ૧૫૭૪) ની સાલમાં હીરવિજયસૂરિ જ્યારે બોરસદમાં હતા, ત્યારે શ્રીકણુંત્રષિના ચેલા જગમાલત્રષિએ તેમની પાસે આવી ફરીયાદ કરી કે
૧ શિતાબખાનનું ખરું નામ છે સૈયદ ઈસહાક. શિતાબખાન એ એનું ઉપનામ છે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે “અકબરનામા ” પ્રથમ ભાગના વરિજના અંગરેજી અનુવાદના પે, ૨૧૮ માં જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org