________________
-
પરિચય
:
ગયા અને ત્યાં કેટલેક વખત રહી, ચિંતામણિ વિગેરે ન્યાયશાસ્ત્રના કઠિનમાં કઠિન ગ્રંથને અભ્યાસ કરી આવ્યા. આ વખતે દેવગિરિને હાકેમ નિજામશાહ હતા. ઉપર્યુક્ત ત્રણે મુનિયાને અભ્યાસમાં જે કંઈ ખર્ચ થતું, તે બધું ત્યાંના રહીશ દેવશીશાહ, અને તેની સ્ત્રી જસમાઈએ પૂરું પાડ્યું હતું.
અભ્યાસ કરીને આવ્યા પછી હીરહર્ષમાં જ્યારે સૂરિજીએ સારી એગ્યતા દેખી, ત્યારે તેમને નાડેલાઈ (મારવાડી ગામમાં સં. ૧૬૦૭ (ઈ. સ. ૧૫૫૧ ) માં પંડિતપદ અને ૧૬૦૮ (ઈ. સ. ૧૫૫૨) ના માઘ શુદિ પના દિવસે મહેટા ઉત્સવપૂર્વક નાડલાઈના શ્રીનેમનાથના મંદિરમાં ઊપાધ્યાયપદ આપ્યું હતું. તેમની સાથે ધર્મસાગરજી અને રાજવિમલને પણ ઉપાધ્યાયપદ મળ્યાં હતાં. તે પછી સં. ૧૬૧૦ (ઇ. સ. ૧૫૫૪) ના પિષ શુદિ ૫ ના દિવસે શીરહી (મારવાડ) માં તેમને આચાર્ય શ્રી વિજયદાન
રિએ સૂરિપદ (આચાર્ય પદ) આપ્યું હતું. આ પ્રસંગે રાણક'પુરના મંદિરના કરાવનાર ધન્નાશા પરવાળાના વંશજ ચાંગા મહેતાએ ઉત્સવ કર્યો હતે.
કહેવું આવશ્યક થઈ પડશે કે પ્રથમ પ્રકરણમાં આપણે જે એક મહાપુરૂષની-સૂરીશ્વરની પ્રતીક્ષા કરી ગયા છીએ, તે આજ છે, અને તેઓને હવેથી આપણે શ્રીહીરવિજયસૂરિના નામથી ઓળખીશું. આ પુસ્તકના બે નાયકે પૈકી પહેલા (સૂરીશ્વર) નાયક આજ છે.
આચાર્ય પદ થયા પછી જ્યારે તેઓ પાટણ આવ્યા, ત્યારે ત્યાં તેમને પાટમeત્સવ થયે હતું. આ પાટોત્સવમાં સૂબા શેરખાનના મંત્રી ભણશાળી સમરથે અતુલિત - ૧ આ શેરખાન, અહમદશાહ બીજાના વખતમાં પાટણને સૂબેદાર હતે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે “મિરાતે સિકંદરી'ના ગુજરાતી અનુવાદનું ચોદમું અને પંદરમું પ્રકરણ જોવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org