________________
સૂરીશ્વર અને સાફ
“અનિષિમંજુમતિ એ ન્યાયનું અવલંબન કરી મને રજા મળી ચુકી, એમજ મારે સમજવું જોઈએ.” છેવટ. તેણે, સં. ૧૫૯૬ (ઈ. સ. ૧૫૪૦)ના કાર્તિક વદિ ૨ ને સોમવારના દિવસે પાટસુમાંજ શ્રીવિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. આ વખતે તેનું નામ હરિહર્ષ રાખવામાં આવ્યું હતું. હીરજીની સાથે બીજા અમીપાલ, અમરસિંહ (અમીપાલના પિતા), કપૂરાં ( અમીપાલની બહેન), અમીપાલની માતા, ધર્મશત્રષિ, રૂડેષિ, વિજયહર્ષ અને કેનશ્રી એ આઠ જણે પણ દીક્ષા લીધી હતી. હવેથી આપણે હીરજીને મુનિ શ્રીહરિહર્ષના નામથી ઓળખીશું. વર્તમાન સમયમાં “ન્યાયશાસ્ત્ર અને માટે કેન્દ્રસ્થાન જેમ નવદ્વીપ (બંગાલ) અને “વ્યાકરણ”ને માટે કાશીને ગણવામાં આવે છે, તેમ તે વખતે તૈયાયિકેની પ્રધાનતા દક્ષિણદેશમાં વધારે હતી. અર્થાત્ દક્ષિણમાં ન્યાયશાસ્ત્રના અદ્વિતીય વિદ્વાને રહેતા હતા. હીરહર્ષ મુનિની બુદ્ધિ જેમ તીવ્ર હતી, તેમ તેમની વિદ્યાપ્રાપ્તિ તરફ અભિરૂચિ પણ ઘણી હતી. આથી વિજયદાનસૂરિએ તેમને દક્ષિણ દેશમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા માટે જવાની રજા આપી. તેઓ શ્રીધર્મસાગરજી અને શ્રીરાજવિમલ એ બનેને સાથે લઇ દક્ષિણે દેશના સુપ્રસિદ્ધ દેવગિરિનગરમાં
૧ દેવગિરિને વત્તમાનમાં દાલતાબાદ કહે છે. અત્યારે અહિં લગભગ દેઢ હજારજ માણસની વસ્તી છે. સન્ ૧૧૮૭ માં તેની સ્થાપના થઈ હતી. એક વખત યાદવની રાજધાનીનું આ શહેર હતું. . સ. ૧૭૩૯ માં આનું નામ દૌલતાબાદ પડયું હતું. આ નગર દક્ષિણ હદરાબાદના રાજયમાં એરંગાબાદથી ૧૦ માઈલ પશ્ચિમોત્તરમાં છે ઈ. સ. ૧૨૯૪ માં આ નગરનો અભેદ્ય કિલે અલ્લાઉદ્દીન ખીલજીએ તો હતો. અહિંના અધિપતિનું નામ નિજામશાહ આપવામાં આવ્યું છે. તેનું પૂરું નામ બુરાનનિજામશાહ છે. આ શાહે ઈ. સ. ૧૫૦૯ થી ૧૫૫૩ સુધી આધિપત્ય ભગવ્યું હતું. હીરવિજયસૂરિ આના જ વખતમાં દેવગિરિ ગયા હતા. વધુ માટે જૂઓ, ઈમ્પીરીયલ ગેજીટીયર ઑફ ઈંડિયા. વૅ ૧૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org