________________
-
-
-
-
-
-
-
-
-
- .
.
.
.
તેની બાલ્યાવસ્થાની પણ સંસાર ઉપરની વિરકતતા અને ભવભીરતાને સૂચન કરનારી વાણીએ, તેના આખા કુટુંબને એમ ખાતરી કરી આપી હતી કે- આ કેઇ ન કઈ દિવસે અવશ્ય - સાધુ થશે. તેમાં વળી એક વખત પ્રસંગોપાત્ત તેના પિતા આગળ તેણે કાઢેલા-“ આપણુ કુળમાંથી કઈ એક જણ સાધુ થાય તે આપણું કુળ કેવું દીપે?” આ વચને તે ઉપરની વાતને બહુજ દઢ કરી.
બનવા કાળે થોડા જ વખતમાં હીરજીના પિતા કુરા શાહ અને નાથી દેવી અને સ્વર્ગવાસી થયાં. સંસારથી વિરકતભાવ વાળા હીરજીને સંસારની અનિત્યતાનું આથી વિશેષ ભાન થયું, માતા-પિતાના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હીરજીની બે બહેને વિમલા અને રાણું કે જે પાટણ રહેતી હતી, તે પાલણપુર આવી હીરજીને પિતાની સાથે પાટણ લઈ ગઈ.
આ વખતે પાટણમાં શ્રીવિજયદાનસૂરિ, કે જેમાં પ્રથમ પ્રકરણમાં વર્ણવેલ કિયે દ્ધારક શ્રીઆનંદવિમલસૂરિના શિષ્ય થતા હતા, તે બિરાજતા હતા. હીરજી હમેશાં તેઓને વંદન કરવા જવા લાગ્યું. ધીરે ધીરે વિજયદાનસૂરિની ધર્મદેશનાએ હીરજીના કેમલ હૃદયપટ પર સારી અસર કરી, અને તેથી તેને દીક્ષા લેવાને ચક્કસ વિચાર થયે. આ વિચાર તેણે મનમાં જ ન રાખતાં પિતાની બહેનને પણ જણાવ્યું.
બહેન સમજુ અને શાણી હતી. “ દીક્ષા એ મનુષ્યના કલ્યાણમાર્ગની ઉંચી હદ છે.” એમ તે સારી પેઠે સમજતી હતી, તેથી તેણીએ જેમ ભાઈને દીક્ષા લેવાને નિષેધ ન કર્યો, તેમ ભાઈ ઉપરના મેહથી દીક્ષા લેવા માટે ખુલ્લા શબ્દોમાં અનુમતિ પણ ન આપી. આ વખતે તેણીને “વ્યાવ્રતર” ન્યાય જેવું થયું હતું. આથી તેણીએ માનનું જ અવલંબન કર્યું. આઅવલંબનથી હરજીને જોકે પહેલાં તે કઈ ન સૂઝયું, પરંતુ પાછળથી તેને જણાવ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org