________________
સુરીશ્વર અને સમા
-
હેય, તેઓ ક્ષણવારમાં નષ્ટ થવાવાળી લમી કે પરિણામે ભયંકર કષ્ટને પહોંચાડનાર વિષયવાસનાઓમાં મુગ્ધ થતાજ નથી. તેઓ તે પ્રતિક્ષણ એજ વિચાર કરે છે કે અમે સાધુ થઈ, અમારું અને જગતનું લ્યાણ કેમ કરીએ.”
આવી શુભ ભાવનાપૂર્વક સારા સારા ખાનદાન કુટુંબના મનુષ્ય તે જમાનામાં દીક્ષા લેતા હતા અને તેનું જ એ પરિણામ હતું, કે–તેઓ “વાક્યોતિ વપરાળતિ સાધુ: ” એ પરમ સિદ્ધાન્તને ચરિતાર્થ કરવાને શક્તિમાન થતા હતા અને આટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચવામાં અગર ખરૂં કારણ તપાસવા જઈએ તે, તેમને બાલ્યાવસ્થામાંથી જ સાધુની પાસે મોકલીને જે ધર્મના સંસ્કાર દઢ કરાવવામાં આવતા હતા, તેજ કહી શકાય.
અત્યારે, દીક્ષાની વાત તો બાજૂ ઉપર મૂકીએ, પરન્તુ, ગમે તેટલા વ્યાવહારિક જ્ઞાનમાં આગળ વધેલા યુવકેમાં પણ ધાર્મિક સંસ્કારને પ્રાયઃ અભાવ જોવામાં આવે છે, તેનું કારણ એટલું જ છે કે–તેઓને બાલ્યાવસ્થાથી ગુરૂસમાગમ કરવા દેવામાં આવેલે નથી હોતે. જે પ્રાચીન પદ્ધતિ અનુસાર બાલ્યાવસ્થાથી જ વ્યાવહારિક શિક્ષણ આપવાની સાથે અમુક અમુક સમય ધર્મગુરૂઓની પાસે જવા આવવાની છૂટ દેવામાં આવી હત, તે તેઓની ધર્મભાવનાઓ દઢ રહેત; એટલું જ નહિ, પરંતુ અત્યારે તેના ઉપર
નાસ્તિકતા” ને જે આપ મૂકવામાં આવે છે, તે પણ પ્રસંગ આવતજ નહિ. અતુ.
ઉપર્યુકત રીતિ અનુસાર હીરજીને, પાંચ વર્ષની ઉમરે તેના પિતા રાશાહે જેમ વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે શાળામાં મૂળે, તેમ ધાર્મિક અભ્યાસને માટે સાધુ પાસે જવાની પણ છૂટ આપી. પરિણામે માત્ર બાર વર્ષની ઉમરમાં તે એ તે હોશિયાર અને ધાર્મિક જીવન વાળે થ કે–જેને જોઈ લેકેને બહુ આશ્ચર્ય થવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org