________________
પરિસ્થિતિ,
~-~~-
~-
અને
~
દેવરાવ્યા હતા. આ બધું સાધુઓની શિથિલતા અને આપસના કલેશનું જ પરિણામ હતું.
બીજી તરફ શ્રાવકેની સ્થિતિ પણ એવી જ ઢંગધડા વિનાની થઈ પડી હતી. તેઓ પણ પિતાનાં કર્તવ્યથી વિમુખ થઈ મનમા. વરતાવ કરવા લાગી ગયા હતા. સામાયિક, પ્રતિક્રમણ અને પૈષધાદિ ક્રિયાઓથી ઘણાખરા હાથ ધોઈ બેઠા હતા. કેટલાક ધર્મધ્યેષિા સાધુધર્મ ઉપર આક્ષેપ કરવા લાગ્યા હતા, જ્યારે કેટલાકે તે દેરાસર અને ઉપાશ્રયમાં જતા પણ અટકી ગયા હતા. તેઓ પોતાના ઉપકારી ગુરૂઓની હામે થતાં પણ અચકાતા હતા અને કેટલાક તે “ અમેજ ઉત્કૃષ્ટ છીએ” એમ માની અલગ અલગ ખીચડી પકાવવા લાગ્યા હતા. વળી સારા સારા શ્રદ્ધાળુ ગણાતા શ્રાવકેમાં પણ બેટી માન્યતાને પ્રવેશ થઈ ગયું હતું. બેટી ખોટી માનતાઓ માનવી, બીજાઓનાં પર્વો ઉજવવાં, શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મથી વિમુખ થઈ તેથી ભિન્ન દેવાદિની પૂજા-માનતા કરવી, મંત્રજત્રાદિના બેટા આડંબરમાં લેભાઈ સ્વધર્મને ભૂલી જ પિતાના માનેલા સાધુમાં ગમે તેવા સાક્ષાત્ દુર્ગુણ હોય, પરંતુ તેની તરફ દષ્ટિ ન કરતાં, તેનેજ સાચા સાધુ તરીકે માનવા, અને બીજા પવિત્ર સાધુઓની નિંદા કરવી, જ્યારે કેટલાક તે એવા પણ હતા કે જેઓ સાધુના વેષમાં જ મહત્ત્વ સમજીને ભ્રષ્ટ સાધુઓને પણ માનતા હતા. આવા પ્રકારની સ્થિતિ થઈ ગઈ હતી.
સાધુઓની અને શ્રાવકેની આવી ભયંકર સ્થિતિ થઈ પડી હતી, છતાં પણ અમારે કહેવું જોઈએ કે–તે સમયમાં પણ એવા ત્યાગી અને આત્મશ્રેયમાં લીન રહેનારા સાધુ મહાત્માઓ વિદ્યમાન હતા કે–જેએ, એવાં ઝેરી વાતાવરણમાં પણ સાધુધર્મની સારી રીતે રક્ષા કરી શક્યા હતા. એટલુ જ નહિં, પરંતુ કેટલાક એવા પણ શાસનપ્રેમી મહાત્માએ હતા કે–જેઓને આવી ભયંકર સ્થિતિ જોઈ ઘણુ લાગી પણ આવતું હતું, જ્યાં જોશભેર પ્રવાહ એક તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org