________________
સુરીશ્વર અને સમ્રા,
અને અશાનિત ફેલાઈ રહી હતી, જ્યારે બીજી તરફ સાધુઓમાં શિથિલતાએ પણ પોતાને પગપેસારો કર્યો હતે, નિદાન, સાધુએમાં સ્વતંત્રતાનાં વાતાવરણે ફેલાતાં ન્હાના હેટાઓની મર્યાદાઓ પ્રાયઃ છૂટવા લાગી હતી. ગૃહસ્થની સાથે સાધુઓ વધારે પરિચયમાં આવતા જતા હતા. અને તેથી કરીને “અતિfજાવવા એ નિયમને તેમને સંપૂર્ણ અનુભવ કરે પડતું હતું. વળી આનું પરિણામ એ પણ આવવા લાગ્યું હતું કે–સાધુઓમાં, એક પ્રકારના મમત્વે પુસ્તકે અને વસ્ત્રોના સંગ્રહથી પણ આગળ વધીને કયાંય ક્યાંય દ્રવ્ય રાખવા સુધીની પણ પ્રવૃત્તિ કરાવી દીધી હતી. જિન્દ્રિયની લાલચથી કેટલાક આહારની શુદ્ધતા-અશુદ્ધતાનું પણ ભાન ભૂલી જવા લાગ્યા હતા. તેઓની, હમેશની ધાર્મિક ક્રિયાઓ અને એવી બીજી જયણામાં પણ ઉપેક્ષા થઈ ગઈ હતી. તેમજ વચનવગણએમાં પણ કંઈક કઠોરતાએ પ્રવેશ કર્યો હતો. આથી પરિણામ એ આવવા લાગ્યું હતું કે-ગૃહસ્થની શ્રદ્ધા સાધુઓ ઉપરથી ઓછી થવા લાગી હતી. સાધુઓ પોતાના માન મર્તબાને લગભગ ગુમાવી બેઠા હતા. સાધુઓ, શ્રાવકને પિતપતાના રાગી બનાવવા માટે વધુ પ્રયત્ન કરતા. વળી રાજ્ય ખટપટો અને તેની મારામારીમાં કેટલાક પ્રાન્તમાં તે સાધુઓને વિહાર પણ બંધ થઈ ગયે હતે. સાધુઓની આ શિથિલતાથી નવા નવા નિકળતા મતાનુયાયિયે ઘણું ફાવી જતા હતા. તેઓ સાધુઓની શિથિલતાઓ અને કલેશને આગળ કરીને પિતાના મતની પુષ્ટિ કરી લેકને પિતાના રાગી બનાવતા હતા. આ વિષયમાં આપણે એકજ સેંકાનું દૃષ્ટાન્ત લઈશું. સેંકે આવી સ્થિતિના પરિણામથી એ ફાવી ગયું હતું કે–તેણે પૂર જોશથી પિતાના મતને આગળ વધાર્યો હતે. જે દેશોમાં શુદ્ધ સાધુઓ નહિં જઈ શકતા હતા, તેવા દેશોમાં વિચરીને તેણે હજારે મનુષ્યને મૂત્તિપૂજાથી વિમુખ કરી પોતાના અનુયાયી બનાવ્યા હતા. બલકે જ્યાં જ્યાં મૂર્તિપૂજક સાધુઓ વિહાર નહતા કરતા, ત્યાં જઈને સેકડો જિનમંદિરમાં કાંટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org