________________
શેર અને સપા
ભારતવર્ષમાં મહાન કેર વરતાવી મૂક હતા. બંકિમચંદ્ર લાહિડી પઠાણોના ત્રાસનું વર્ણન આપ્યા પછી પૃ. ૨૪ માં કહે છે –
“पाठान दिगेर अत्याचारे भारत स्मशानावस्था प्राप्त हइल। ये साहित्यकानन नित्य नव नव कुसुमेर सौन्दर्य ओ सौगन्धे अमो. दित थाकित, ताहाओ विशुष्क हइल । स्वदेशहितैषिता, नि:स्वार्थपरता, ज्ञान ओ धर्म सकलइ भारत हइते अन्तर्हित हइल । समग्र देश विषाद ओ अनुत्साहेर कृष्णछायाय आवृत्त हइल।"
“પઠાના અત્યાચારથી ભારતવર્ષ સ્મશાનાવસ્થાને પ્રાપ્ત થયે. જે સાહિત્ય-બગીચે હમેશાં નવાં નવાં પુષ્પોના સંદર્ય અને સુગંધથી પ્રફૂલ્લિત રહે, તે પણ સુકાઈ ગયે. સ્વદેશહિતૈષિતા, નિસ્વાર્થપરતા, જ્ઞાન અને ધર્મ, બધું એ ભારતથી અન્તહિત થઈ ગયું. આખે દેશ વિષાદ અને અનુત્સાહની કાળી છાયામાં આવૃત્ત થઈ ગયો.”
એક તરફ ભારતવર્ષ, પઠાણોના ત્રાસથી ત્રસ્ત તે થઈ જ રહ્યો હતે, તેવામાં વળી ઈ. સ. ચાદમા સિકાની લગભગ પૂર્ણાહુતિના સમયે ભારતવર્ષની અસાધારણ કીર્તિથી મધ્ય એશિયાના સમરકંદમાં રહેતા તૈમૂરલિંગને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને તેથી તેણે પિતાના રાજ્યથી સંતોષ ન માનતાં ભારતવર્ષની લમીને પણ સવાધીન કરવાની વૃત્તિને હૃદયમાં સ્થાન આપ્યું. નિદાન, તેણે ભારતવર્ષમાં આવતાં જ અનેક લૂટફાટ, સતિના સતીત્વનું ખંડન, અગ્નિદાહ અને કતલ વિગેરેથી ભારતવર્ષીય પ્રજાનાં કષ્ટમાં હેટે. વધારે કર્યો. ઠીક છે-“માવિષ્ટ નો ઘનિત માતા પિતાં તથા જે લેભવૃત્તિ માતા-પિતાને પણ મારવાનું દુષ્કૃત્ય કરાવે, તે લોભવૃત્તિના પ્રતાપે તૈમૂરલિંગ આવે કેર વરતાવે, એમાં કંઈ નવાઈ નથી. કહેવાય છે કે-તૈમૂરલિંગે માત્ર દિલ્હીમાંજ એક લાખ હિંદુઓની હત્યા કરી હતી. જો કે આ તૈમૂરના ઉપદ્રવથી પઠાણેની શક્તિને કંઈક ધક્કો અવશ્ય પહોંચ્યું હતું, તે પણ તેઓએ પોતાના જાતીય સ્વભાવને તે સર્વથા છે ન્હાતેજ અને તે અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org