________________
સૂરીશ્વર અને શણા;
તમાં થઈ હતી. સંગીત વિદ્યા, ગણિત અને તિષને વધારે પ્રચાર પણ આના જ વખતમાં થયે હતે.
રાજા શ્રીહર્ષના વખતમાં પણ ભારતીય જને અખંડ શાન્તિસાગરમાં નાન કરી રહ્યા હતા. આ રાજાની પ્રજા પ્રત્યેની લાગણી, ઉદારવૃત્તિ અને દાનેશ્વરીપણાનું માત્ર એકજ દષ્ટાન્ત લઈશું.
રાજ, પ્રત્યેક પાંચમા વર્ષે પ્રયાગના સંગમ પર પિતાના ખજાનાની સમસ્ત ધન-સંપત્તિ ભિન્ન ભિન્ન ધર્મવલમ્બિને દાન કરવામાં ખરચી નાખતે. જે વખતે ચીની યાત્રી હ્યેનસેંગ (Huen Thiang) ભારતની મુસાફરીએ આવ્યું હતું, તે વખતે રાજા હર્ષની યાત્રાને છટ્ઠ ઉત્સવ હતે. હુયેનસેંગ પણ તેની સાથેજ પ્રયાગ ગયે હતું. આ વખતે યાત્રામાં પાંચ લાખ મનુષ્ય એકત્રિત થયા હતા, તેમાં ૨૦ રાજાઓ પણ હતા. ૭૫ દિવસ સુધી રાજ્યના બધા કર્મચારિયે પાછલાં પાંચ વર્ષોમાં એકઠા કરેલા ધનનું દાન દેવામાં લાગી રહ્યા હતા. રાજાની આ ધનસંપત્તિ કેટલાએ કઠારોમાં ભરેલી હતી. રાજાએ દાનમાં પોતાનાં આભૂષણે, રત્નજડિત હારે, કુંડલે, માળાઓ, મુકુટ અને મક્તિક વિગેરે સમસ્ત વસ્તુઓ આપી દીધી હતી.
ભારતવર્ષના આર્યરાજાઓની આ ઉદારતા શું જગતને ચકિત કરનારી નથી ? આ રાજાના વખતમાં પણ સંસ્કૃતની બહુ ઉન્નતિ થઈ હતી. આ રાજા પણ જીવહિંસાને કટ્ટર વિરોધી હતા. તેણે આખા રાજ્યમાં એવી ઉદ્ઘોષણા કરી હતી કે “જે કે મનુષ્ય જીવહિંસા કરશે, તેને અપરાધ અક્ષમ્ય ગણવામાં આવશે અને તેને મૃત્યુદંડ દેવામાં આવશે.”
જે રાજાઓનાં નામે અમે ઉપર આવી ગયા છીએ, તેમાં કેટલાક જેની રાજાઓ પણ છે; જ્યારે કેટલાક જૈનધર્મ પ્રત્યે અનુરાગ ધરાવનારા પણ છે. રાજા સંપ્રતિ એક દઢ જેનધમી હેઈ, તેણે અનાર્ય દેશમાં પણ જૈનધર્મને પ્રચાર કરવામાં સારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org