________________
સૂરીશ્વર અને સજા
છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે, (તેથી) અમે બહુ ખુશી થયા. તમારે ચેલે પણ બહુ અનુભવી અને તર્કશક્તિવાળો છે. તેના ઉપર અમે સંપૂર્ણ મહેરબાનીની નજર રાખીએ છીએ. અને જે કંઈ તે કહે છે, તે મૂજબ કરવામાં આવે છે. અહિંનું જે કંઈ કામકાજ હોય, તે તમારા પિતાના શિષ્યને લખવું કે જેથી હજૂરમાં જાણવામાં આવે. જેનાથી તેના ઉપર (અમે) દરેક રીતે ધ્યાન દઈશું. અમારા તરફથી સુખે (બેકર) રહેશે અને પૂજવાલાયક જાતની પૂજા કરી અમારું રાજ્ય કાયમ રહે એવી દુઆ કરવામાં કામે લાગેલા રહેશે. વિશેષ કંઈ લખવાનું નથી. લખ્યું તા. ૧૯ મહીને શાહબાન, સને ૧૦૨૭.
સિકકો.
આ સિકકામાં “જહાંગીર મુરીદ શાહ નવાજખાન” આટલા ૧ શાહ નવાજખાન, એનું ખાસ નામ હતું અરજ. તે પિતાની શુરવીરતા માટે બહુ જાણીતો થયો હતો. જ્યારે તે જુવાન હતો, ત્યારે તેને “ ખાનખાન–ઈ–જુવાન ” કહેતા. રાજ્યના ચાલીસમા વર્ષમાં તેને ચારસને અધિપતિ બનાવવામાં આવ્યો હતો, અને રાજ્યના સુડતાળીસમાં વર્ષમાં મલિક અબ્બરની સાથે ખારકીમાં લડીને તેણે બહાદુર ” ને. ઇલ્કાબ મેળવ્યો હતો. શાહજહાનના સમયમાં એક ઉમરાવ–શાહ નવાજખાન–ઈ શવી નામને થઈ ગયે છે, તેનાથી જુદી ઓળખાણું માટે ઈતિહાસ લેખકો અને “શાહ નવાજખાન–ઈ–જહાંગીરી ” લખીને ઓળખાવે છે. જહાંગીરે આને હી. સ. ૧૦૨૦ માં “શાહ નવાજખાન ” ને ઈલ્કાબ આપ્યો હતો, અને તે જ વખતે ત્રણ હજારી બનાવી હી. સ. ૧૦૨૭ માં પાંચ હજારી બનાવ્યું હતું. જહાંગીરના રાજ્યના બારમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org