________________
ભાષા, શક
જ
દાટવામાં આવ્યું હતું, ત્યાં નમૂનેદાર સમાધિમંદિર બનાવી સમ્રાટ અકબરને મૂર્તિમંત યશથંભ કાયમને માટે ઉભે કર્યો.
અકબર એક મુસલમાન સમ્રા હોવા છતાં તે હિંદુ-મુસલમાન જ નહિં, પરતુ યુરોપીયન વિદ્વાનેને માટે પણ પ્રશંસાને વિષય થઈ પડે છે, એ વાત આપણે અનેક વખત જોઈ ગયા છીએ. અને તે, તે પ્રશંસાને પાત્ર નિવડ, તેમાં ખાસ કારણ જે કઈ હોય, તે. તેની ઉદાર રાજનીતિજ છે. પ્રજાના કલ્યાણની દષ્ટિ ધ્યાનમાં રાખીને તેણે જે ઉદારાશયથી રાજ્યતંત્ર ચલાયું હતું, તેના લીધે તેના પછીના તમામ વિદ્વાન લેખકોએ તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમાં ખાસ કરી ધર્માન્યપણું અને નિરર્થક વિરૂદ્ધભાવ-આ બેથી તે તે બીલકુલ દર રહેલે હેવાથી જ કેટલાક લેખકોએ તેને બીજા બધા રાજાઓ કરતાં ઉંચી પંકિતમાં મૂકે છે. ભારતવર્ષના રાજાઓના ઇતિહાસ વાંચે; મુસલમાન રાજાઓએ હિંદુ, જૈન કે બા ઉપર ઘણે ભાગે જુલમ ગુજાર્યો છે, ત્યારે હિંદુરાજાઓએ મુસલમાનોને અને બીજા ધર્મવાળાઓને અનેક પ્રકારની બાધાઓ ઉત્પન્ન કરી છે, પરંતુ તે એકજ અકબરનું રાજ્ય થઈ ગયું, કે જે રાજત્વકાળમાં જાતિ કે ધર્મને કંઈ પણ ભેદ રાખ્યા સિવાય દરેકને એક સરખે ન્યાય મળે છે. આ વાતની સચોટ ખાતરી આ પુસ્તકનાં અત્યાર સુધીનાં પ્રકરણે કરી આપે છે.
આવી રાજ્યનીતિ વાળે સમ્રાટુ સર્વની પ્રશંસા પામી જાય, એમાં નવાઈ જેવું શું છે? અને એવી રાજ્યનીતિ સ્થાપન કરવામાં એજ કારણ જણાય છે કે-અકબર એમ દઢતા પૂર્વક સમજતે હસે કે-પ્રજાની આબાદીમાંજ રાજની આબાદી રહેલી છે.”અકબરે પિતાની આ ઉદાર રાજ્યપદ્ધતિનું આંતરિક બંધારણ એવુ મજબૂત બાંધ્યું હતું, કે જેની અસર લાંબા કાળ સુધી ટકી રહી હતી; બકે અત્યાર સુધી તે અસર ચાલી આવી છે, એમ કહીએ તે પણ કંઈ ખોટું નથી. આ સંબંધી અનેક લેખકેએ ઘણું 47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org