________________
સૂરીશ્વર અને સાક્ષાત્,
દેધથી લાલ થપરંતુ નિસ્તેજ અવસ્થામાં-અસ્તાચલની ગંભીર ગુફામાં છિપાઈ જતાં પણ ક્યાં નથી જોતા? એક વખત જગને પ્રકાશમય કરી મૂકનાર ગગનમંડલ એવી તે સ્વચ્છ અને નિર્મળ અવરથામાં જવાય છે કે-જેને દેખતાં મનુષ્યની માનસિક શક્તિએમાં એકાએક એરજ પ્રકારને વિનાશ અને ઉત્ક્રાંતિ થઈ જાય છે, જ્યારે તેજ ગગનમંડલ મેઘાછિન્નાવસ્થામાં મનુષ્યનાં મન અને શરીરને પણ શું શિથિલ-પ્રમાદી નથી કરી નાખતું? જે નગરમાં, હેટી હેટી અટ્ટાલિકાઓથી સુશોભિત ઘરે અને આકાશને સ્પર્શ કરવાવાળા મંદિરે વિદ્યમાન હતાં, જ્યાં ચારે તરફ ઉત્સાહિત મનુષ્ય રહેતા હતા, જ્યાંનાં મકાને ઉપર સુવર્ણ અને રત્નના કળશે તેમ ચિત્ર-વિચિત્ર વજાઓ દૂર દૂર સુધી જનતાની સુખ-સમૃદ્ધિની સાક્ષી આપી રહ્યાં હતાં, ત્યાં જંગલ અને ખંડેરે દષ્ટિગોચર થાય છે. જ્યાં સામ્રાજ્યની દુંદુભિને નાદ થતા, ત્યાં શગાલો રૂદન કરતાં સંભળાય છે, જેને ત્યાં જનતા અને અદ્ધિસમૃદ્ધિને પાર હેતે, તેને રોટલાના ટૂકડા માટે ઘેર ઘેર ભ્રમણ કરતે જોઈએ છીએ.એક વખત જે મનુષ્યના રૂપ અને લાવણ્ય ઉપર મનુષ્ય મુગ્ધ થઈ જાય છે, તે જ મનુષ્યમાં કઈ વખત એવી પણ કુરૂપતા નિવાસ કરે છે કે–તેની હામે જોતાં પણ મનુષ્યને અસીમ ઘણા ઉત્પન્ન થાય છે. અરે, લાખો અને કોડે મનુષ્યનું આધિપત્ય ભેગવનાર ચક્રવર્તિ રાજાઓને પણ નિર્જન વનમાં નિવાસ કયાં હેતે કરે પડ? આ બધું શું સૂચવે છે? સંસારની પરિવર્તનશીલતા ! ઉદયની પાછળ અસ્ત અને અસ્તની પાછળ ઉદય. સુખની પછી દુઃખ અને દુઃખની અને સુખ,એમ સંસારને અરઘટ્ટઘટીન્યાય અનાદિકાળથી ચાલ્યો આવે છે. સુખ અને દુઃખને અથવા બીજા શબ્બામાં કહીએ તે ઉન્નતિ અને અવનતિને પ્રવાહ, દરેક ઉપર પિતાને પ્રભાવ પાડતે ચાલ્યા આવ્યા છે. સંસારમાં એ કેઈ દેશ, એવી કોઈ જાતિ કે એ કઈ મનુષ્ય નથી કે જેના ઉપર સંસારની આ પરિવર્તનશીલતાએ પિતાને પ્રભાવ ન રાડ હોય! નિદાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org