________________
સધી
અને
પાર્ટ,
-
- -
-
-
ઉપકારી થઈ પડયે હતો. તેમાં પણ ખાસ કરીને અબુલકજલની છાપ તે અકબર ઉપર વધારે જ પડી હતી.
આપણા નાયક સમ્રાર્તી ઉન્નતિને સૂર્ય બરાબર મધ્યાહન સમયમાં આવી પહોંચ્યો. તેની ધારેલી મન કામનાઓ પૂર્ણ થઈ. તેનું સામ્રાજ્ય હિન્દુકુશ પર્વતથી બ્રહ્મપુત્રા સુધી અને હિમાલયથી દક્ષિણ પ્રદેશ સુધી ફેલાઈ ગયું. સર્વત્ર શાન્તિનાં દર્શન થવા લાગ્યાં. વિદેશી લોકેના આક્રમણનું પણ નિવારણ કરી નાખ્યું. ટકમાં કહિએ તે–ભારતવર્ષનું ગૌરવ પાછું સજીવન કરી દીધું. તેણે અનેક પ્રકારના પ્રયત્નથી ભારતવર્ષને રસાતલથી ઊંચકીને ઉન્નતિના શિખર ઉપર લાવી મૂકે અને મસ્તક ઉપર રહેલા સૂર્યને સર્વત્ર પ્રકાશ પડવા લાગે અને તેથી અકબરના આનંદને પાર રહ્યો નહિ.
પણ પાઠક ! ભારતનું એવું સદ્દભાગ્ય કયાંથી જ હેય, કે તે ઉન્નતિને સૂર્ય કાયમને માટે મસ્તક ઉપરજ ઝગઝગતે જોયા કરે ! પાછે તે સૂર્ય ધીરે ધીરે નીચે નમવા લાગે. પડતીને પડછાયા પડવા લાગ્યા. એક તરફથી અકબરના ઘરમાં જ ફટ દેવીએ નિવાસ કર્યો, જ્યારે બીજી તરફથી અકબરના સ્નેહિઓનાં મૃત્યુ ઉપરા ઉ. પરી થવા લાગ્યાં. અકબર શાન્તિના દિવસે દેખવા ભાગ્યશાળી થયે એટલામાં તે ઉપરના બે બાજુના ફટકાઓ અકબરને પૂર જેસથી આઘાત પહોંચાડવા લાગ્યા. આપણે સારી પેઠે જાણીએ છીએ કેકેટલાક અનુદાર મુસલમાને અકબરની પ્રવૃત્તિથી ઘણાજ નારાજ હતા, તેઓએ અકબરના મોટા પુત્ર સલીમને અકબરથી વિરોધી બનાવ્યે, એટલું જ નહિ પરંતુ સલીમને ત્યાં સુધી ઉશ્કેર્યો કેતમે તમારા પિતાને ગાદી ઉપરથી ઉઠાડી મૂકેસલીમ જગજાહેર
શ્ચરિત્રી હતે, દારૂડીયે હતું, અને તેને કઈ પણ ધર્મ ઉપર શ્રદ્ધા પણ નહિં હતી, છતાં તે સંકીર્ણ મુસલમાનેએ તેની દરકાર કર્યો સિવાય તેને ઉશકેરવામાં બાકી રાખી અને અકબરથી સખ્ત વિરોધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org