________________
સૂરીશ્વર અને સારા
પર ન
અકબરનું માનવું હતું કે-“ જે રાજકાર્યો કરવાને પ્રજા સમર્થ છે, તે કયી રાજાએ નહિ કરવાં જોઇએ. કારણ કે જે પ્રજા ભ્રમમાં પડશે, તે તેને રાજા સુધારી શકશે પરંતુ જે રાજા ભ્રમમાં પડી જશે, તે તેનું સ શોધન કોણ કરશે?”
કેવું સરસ મન્તવ્ય!પ્રજા સ્વાતંત્ર્યને કેટલે ઊંચે વિચાર! પ્રજાને ઉચું માથું નહિ કરવા દેવાની, અરે, તેમના મેં ખાસ ખંભાતી તાળુ દેવાની જોહુકમી ચલાવનારા અમારા કેટલાક દેશી રાજાએ અકબરના ઉપયુંકત પાઠમાંથી એક અક્ષર પણ શીખશે કે?
અકબરના તમામ કાર્યોનું સાધ્યબિંદુ એકજ હતું અને તે એ કે ભારતવર્ષને ગરાન્વિત કરે અને એ લક્ષ્યબિંદુને ખ્યાલમાં રાખીને જ તેણે પિતાના રાજત્વ કાલમાં, અંતહિંત થઈ ગયેલી કૃષિ, શિલ્પ, વાણિજ્ય આદિ વિદ્યાઓને જાગૃત કરી હતી. એટલું જ નહિ, પરંતુ તે વિદ્યાઓની તેણે ઘણે દરજજે ઉન્નતિ કરી હતી.
તે જે દયાળુ હતું, તેજ દાનેશ્વરી હતે. અકબર જ્યારે દરબારમાં બેસતે, ત્યારે એક ખજાનચી ઘણી મહોરે અને રૂપિયા લઈને સમ્રાક્ની પડખે ઉભા રહેતા. તે વખતે જે કંઈ દરિદ્ર મનુષ્ય આવતે, તેને દાન કરે તે. જ્યારે અકબર બહાર ફરવા નિકળતે, ત્યારે પણ એક માણસ ઘણું દ્રવ્ય લઈને તેની પાસે જ રહેતા અને તે વખતે પણ નજરે પડતા અથવા માંગવા આવતા ગરીબને તે કંઈને કંઈ આપ્યા વિના ન જ રહેતે. લૂલાં, લંગડાં, અને એવી બીજી રીતે અશકત થયેલાં મનુષ્ય ઉપર અકબર વધારે દયા કરતે. અકબરે જેમ ન્યાય આપવામાં ધની કે નિર્ધન, હિંદુ કે મુસલમાન, કોઈ પણ જાતને વિભેદ રાખવાની અનુદારતા હૈતી રાખી, તેવી જ રીતે દાન આપવામાં પણ જાતિ કે ધર્મ, પંડિત કે મૂર્ખકોઈ પણ જાતને ભેટ રાખ્યું . તેણે પોતાના રાજ્યનાં ઘણું સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org