________________
સમ્રાનું રોષ જીવન,
ઉપરના વૃત્તાન્ત ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તે વખતે ગમે તેવા ગરીબ મનુષ્યને પણ પિતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી નડતી હતી. હીસાબ જોડતાં માલુમ પડે છે કે એક સાધારણ મનુષ્ય તે વખતે માત્ર ૫-૬ આનામાં એક મહીના સુધી પોતાનું પેટ પૂરતું ગુજરાન આસાનીથી ચલાવી શકતા. જ્યારે અત્યારે સાધારણમાં સાધારણ મનુષ્યને પણ ઓછામાં ઓછા ૧૫-૨૦ રૂ. માત્ર ખાધા ખોરાકીના તે જોઈએ જ, આ દેશનું દૈભાગ્ય નહીં તે બીજું શું કહી શકાય ?
હવે આપણે અકબરની કેટલીક આંતરિક વ્યવસ્થા તપાસીએ.
રાજ્યવ્યવસ્થાઓમાં ઘણી વખત અંતઃપુર (જનાનખાનું) વધારે કલેશનું કારણ થઈ પડે છે, એ વાત અકબર સારી પેઠે જાણુતે હતા અને તેથી જ તે પિતાના જનાનખાનાની વ્યવસ્થા ઉપર વધારે ધ્યાન આપતું હતું. તેણે અંતઃપુરની સ્ત્રિના વર્ગો પાડયા હતા અને તેઓને મુકરર કર્યા પ્રમાણે જૂનાધિક માસિક પગાર મળ્યા કરતું હતું. અબુલફજલના કહેવા પ્રમાણે-પહેલા વર્ગની સિને ૧૦૨૮ થી લઈ કરીને ૧૬૧૦ રૂપિયા સુધી માસિક આપવામાં આવતા. જનાનખાનામાંના મુખ્ય નેકમાંના કેટલાકને રૂ.૨૦ થી ૫૧ સુધી માસિક પગાર મળતો. જ્યારે બીજાઓને ૨ થી ૪૦ સુધી મળતે. ( ધ્યાનમાં રાખવાનું છે કે અકબરના વખતને રૂપિયો ૫૫ સેંટ બરાબર હતું). બ્રિાના સમુદાય પિકીની કેઈને કંઈ જોઈતું, તે તેણે ખજાનચીને અરજ કરવી પડતી. વળી અંત:પુરના અંદરના ભાગની ચેકી સિયે કરતી. અને બહારના ભાગમાં નાજર દરવાન અને લશ્કરી ચોકીદારે જુદે જુદે સ્થળે પિતપતાના નિયત કરેલા સ્થાને રહેતા. અબુલફજલ લખે છે કે ઈ. સ. ૧૫લ્મ માં અકબરને પિતાના પરિવાર સંબંધી ખર્ચ ૭૭ (સવા સીત્તેર) લાખ રૂપિયાથી અધિક થયો હતે.
* કેટલાક લેખકોને મત છે કે, અકબરને મુખ્ય દસ જિયે. હતી, જેમાં ત્રણ હિંદુ અને બાકીની મુસલમાન હતી,
48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org