________________
સીશ્વર અને સયા,
તેની નિકાશ, છત અને ખીલવણી ઉપર રહેલું છે. દેશને માલ જેમ જેમ બહાર જવા લાગ્યો, તેમ તેમ હમેશની ઉપયોગી વસ્તુઓ મેંઘી થવા લાગી અને ગરીબ તથા સાધારણ લેકેના હાથથી તે છૂટી જ ગઈ. વળી ઘી, દૂધ અને દહીં જેવી વસ્તુઓ અત્યારે અસાધારણ મેંઘી થઈ છે, એનું કારણ પશુઓની અછત જ છે. ઘી દૂધ, દહિં પૂરાં પાડનાર પશુઓ એક તરફ લાખોની સંખ્યામાં ઈતર દેશમાં ઉપડવા લાગ્યા અને બીજી તરફ ભારતવર્ષમાં પણ વ્યાપારને નિમિત્તે તેની કતલેનાં કારખાનાં વધી ગયાં. બંને રીતે પશુ એને ઘટાડો થવા લાગે, એનું જ એ કારણ છે કે ભારતવર્ષના મનુષ્યના જીવનભૂત દૂધ-દહિંની મેઘવારી વધી પડેલી છે. અકબર મુસલમાન હતું, છતાં તેના વખતમાં આટલે બધે પશુઓને સંહાર નહિ થતું હતું, બલકે તેણે ગાય-ભેશ-બળદ અને પાડાઓને વધ તે પિતાના રાજ્યમાં બિલકુલ બંધ જ કર્યું હતું, એ વાત આપણે પહેલાં જઈ ગયા છીએ. આવી સ્થિતિમાં તે વખતે દૂધ-ઘી-દહિં જેવી વસ્તુઓ અત્યન્ત સસ્તી હોય એમાં નવાઈ જેવું શું છે? વળી બીજી તરફ આપણા દેશમાંથીજ બહાર ગયેલી વસ્તુઓ નવા નવા રૂપ ધારણ કરીને દેશમાં આવવા લાગી. એટલે ધર્મનું કે દેશનું અભિમાન નહીં રાખનારા મનુષ્ય તેના ઉપર ફિદા થઈ તેને સ્વીકાર કરવા લાગ્યા. સ્થિતિ ત્યાં સુધી આવી કે પોતાનું આર્યત્વ ખાવાની સાથે પિતાના વેષથી પણ વિમુખ થયા. જ્યારે આપણે વિદેશી વસ્તુઓને સ્વીકાર કરવા લાગ્યા એટલે સ્વદેશી વસ્તુઓની ખીલવણ અટકી ગઈ. અને એ તે ચોક્કસ છે કેવસ્તુઓની કિંમતને આધાર તેની ખીલવણ ઉપર રહેલો છે. આપણે ઉપરનીજ વસ્તુઓમાંનું એક દષ્ટાંત લઈશું. અકબરના વખતમાં બીજી બધી વસ્તુઓની અપેક્ષાએ સફેદ ખાંડ વધારે મળી હતી. અને તેમ હવાનું કારણ એ હતું કે-તે ખાંડને સુધારવાની–શોધવાની રીત કે બહુજ કમ જાણતા હતા અને તેથીજ સફેદ ખાંડ બહુજ કમ મળતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org