________________
મહેસું અને સૌથી વધારે મહત્ત્વનું કાર્ય થયું હતું, તે એ છે કેબાદશાહે પોતાના સમસ્ત રાજ્યમાં આખા વર્ષમાં છ મહીના અને છ દિવસ સુધી કોઈ પણ માણસ કેઈપણ જીવની હિંસા ન કરે, એવા હુકમ બહાર પાડ્યા હતા”.
લેખકે માત્ર આ પ્રસંગેને ઈતિહાસ લખે છે, એટલું જ નહિ પણ અકબરનું જીવન અને કારકીર્દી વિષે કાંઈ ખાસ લખ્યું છે. અકબર વિષે વધુ માહિતી આપવી એ મીસ્મીથના ઈતિહાસ પછી કઠણ કામ છે, છતાં જૈન ગુરૂના સમાગમને અને “અમારીઘષાણું ” સંબંધી કેટલાક પ્રસંગને ચીતાર ઐતિહાસિક સાહિત્યની સમૃદ્ધિમાં વધારે કરે છે.
ઘણે ઠેકાણે અકબરના સ્વભાવ વિષે લેખકે વિવેચન કર્યું છે. જહેણે સમસ્ત હિન્દપર આણ વરતાવી હિન્દુ અને મુસલમાનનું અકય સાધવા અતુલ પ્રયત્ન કર્યો, જહેણે વિધર્મીઓને છતી પિતે તેમનોજ છે એમ બનાવ્યું, જહેણે પરધર્મ વિદ્વાનની સાથે વિવાદ કરતાં તેમને એવી માન્યતામાં રાખ્યા કે પોતે તે ધર્મસિદ્ધાન્તને અનુયાયી થઈ બેઠે છે–તે મુત્સદ્દી, પ્રતાપી નરેશના ચારિત્ર્યના અભૂત, અવર્ણનીય રંગે શબ્દવડે સ્પષ્ટ કરતાં ભલાભલા ઈતિહાસકારેની કલમો કાંપી છે, અને નિષ્ફળ નીવડે છે. અને આવા મહા પુરૂષના અનેક રંગી ચિત્રોમાંથી–અનેક સ્તબ્ધ બની રહેલા લેખકેના પ્રશંસા કરવાના કાવત્રામાંથી-હેના ખરા ચારિત્ર્યની રૂપરેખા શોધી કહાડવી, એ લગભગ અશક્ય વાત છે અને આ અશકય વાત શકય કરવા જતાં લેખકે અસંતોષકારક કે એક પક્ષી ચિત્ર આપ્યું હોય, તો તે દેષ ક્ષક્તવ્યજ મનાશે, એમ હું ધારું છું.
લેખક વિદ્વાન જૈન સાધુ છે, એટલે સ્વાભાવિક રીતે નૈતિક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવાની અને અવારનવાર જૂની ભાવના અને આધુનીક જમાના વચ્ચેનો વિરોધ સ્પષ્ટ કરી બે બોધ વચન કહેવાની તક આવતાં પોતાની કલમ અટકાવી શક્યા નથી. આ કારણથી કેટલાક ફકરાઓ પુસ્તકના ઐતિહાસિક સાહિત્ય તરીકેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org