________________
૨૫
ગૌરવને ભારે છે; અને આ પુસ્તક લખવામાં સમાયેલા લેખકના આજે હેતુ છતા કરે છે. અને તે હેતુ, એક જૈન મહાગુરૂની નૈતિક પ્રશંસા કરતાં જૈનધર્મસિદ્ધાન્તાની મહત્તા સિદ્ધ કરાવાના છે, એમ લાગે છે, મ્હારા માનવા પ્રમાણે લેખકના વિચાર માત્ર ઇતિહાસ લખવાને નથી, સાથે સાથે જૈનસાહિત્યમાં ઉમેરો કરવાના પણ છે; અને આ દૃષ્ટિબિન્દુથી જોતાં પુસ્તકના આ ભાગે) કેટલીક પ્રકારના વાચકોને આકર્ષીક પણ નીવડે, એ અભવિત નથી.
આ પુસ્તક પાછળનાં પરિશિષ્ટા ઘણાંજ 'િમતી છે; અને તે અધાને આપવામાં લેખકે ઇતિહાસની ઘણીજ સેવા ખજાવી છે.
મધુ શ્વેતાં આ પુસ્તક ગુજરાતી ઇતિહાસના ન્હાનકડા સાહિત્યમાં ઉપયેગી ઉમેરા કર્યા વિના રહેશે નહિ, એમ હું ધારૂ છે. આપણા સાહિત્યનું આ જાતનું દારિદ્ર દયાજનક છે; અને હેના તરફ સાહિત્યકારોની એપરવાઇ શોચનીય છે, આવી સ્થિતિમાં આવું પુસ્તક લખવા માટે લેખકને ખરેખર અભિનન્દન ઘટે છે. અને તેમાં જૈનસાધુઓએ રચેલા સાહિત્યમાં દટાયેલા 'ઇતિહાસ જૈનસાધુજ મ્હાર કહાડે, અને તે પણ વળી તેન્ડના આચાય શ્રીવિજયધમ સૂરિ જેવા મહાત્માની પ્રેરણાથી, એના જેવુ સમયનુ શુભચિહન સાહિત્યમાં બીજી ભાગ્યેજ મળશે. અને, જ્યારે આવા બીજા પ્રયત્ન થશે, અને આધુનિક ઐતિહાસિક દૃષ્ટિએ જૂનાં પુસ્તકાના ઉપયેગ થશે, ત્યારેજ ગુજરાતનું ઐતિહાસિકસાહિત્ય પ્રમલ સાહિત્યને શાલારૂપ એક અંગ બની રહેશે. મ્હને આશા છે કે મુનિ વિદ્યાવિજયજી આ પુસ્તક પ્રગટ થયે બીજો કેાઇ ઐતિહાસિક વિષય હાથ ધરશે, અને એમની વિદ્વત્તા, અને એમના સંશોધનના પરિણામ રૂપ બીજો કાઇ ઇતિહાસ મ્હાર પાડી ગુજરાતને ઉપકૃત કરશે.
કનૈયાલાલ માણેકલાલ મુનશી,
બાબુલનાથ રાડ,
મુંબઈ.
તા. ૨૦-૪-૧૮૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org