________________
મળે, ત્યાં સુધી આપણે આગળ ન વધવું, અને રાત્રે છાપો માર. આ વાત અકબરે બિલકુલ નાપસંદ કરી. અકબરે કહ્યું-રાત્રે છા માર, એ અનીતિની લડાઈ છે. અકબર માનસિંધ, ભગવાનદાસ અને બીજા મુસલમાન યુદ્ધાઓ સાથે નદી ઉતરી સરનાલ આજો અને ઇબ્રાહીમ હુસેન મીરજાની સાથે યુદ્ધ કરી તેને પરાજય કર્યો. ઇ. સ. ૧૫૭૨ ના ડીસેમ્બરની ૨૪ મી તારીખે.
એમાં તે શકજ નથી કે-અકબરે અવિશ્રાન્ત લડાઈ કરીને બહાદુરી, દક્ષતા અને ચાલાકીથી પિતાની આંતરિક ઈચ્છા પૂર્ણ કરી હતી. તેની એ પહેલી નેમ હતી કે ભારતવર્ષમાં એકછત્ર સામ્રાજ્ય સ્થાપન કરવું. પોતાની આ ઈછા તેણે ઘણેખરે અંશે પૂર્ણ જ કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તે-ઈ. સ. ૧૫લ્પ સુધીમાં તે તે ઉન્નતિના શિખર ઉપર પહોંચી ચૂક્યો હતે.
અકબરે ઈચ્છિત ફળ પ્રાપ્ત કર્યું, એકછત્ર સામ્રાજય સ્થાપન કર્યું અને સર્વત્ર શાતિ ફેલાવી દીધી. એ બધીએ વાત ખરી, પરંતુ વીરપ્રસૂ ભારતમાતાનાં મહારાણા પ્રતાપ, જયમલપતા, ઉદયસિંહ અને હેમૂ જેવા વીર સંતાનેએ તથા કઈ પણ હિંદુરાજાની
૧ આ હેમૂએ અકબરની સત્તા ઉપર તલપ મારી આગરા કબજે કર્યું હતું, પરંતુ અતિલભના પરિણામે કુરુક્ષેત્રમાં હણાયો હતો, એ વાત પૃ. ૪૭–૪૮ માં આપણે જોઈ ગયા છીએ. ભલે તે માર્યો ગયો, પરન્તુ તે વિરપ્રશ્ન ભારતમાતાને વીરપુત્ર હતા, એ કેઈથી ન પડાય તેમ નથી. આ હેમની વીરતાના સંબંધમાં પ્રા. આજાદ, પિતાના * દરબારે અકબેરી” નામના ઉદ્દે પુસ્તકના પૃ. ૮૪૩ થી બહુ ચિત્તાકર્ષક વર્ણન આપે છે. તે ઉપરથી માલૂમ પડે છે કે-“ હેમૂ એ
વાડીને રહેવાસી દૂસર વાણિયું હતું. તે જે કે-શરીરે સુંદર નહિ હતું, પરંતુ બંદોબસ્ત કરવામાં હોંશીયાર, ઉત્તમ યુતિ રચવાવાળા અને યુદ્ધમાં વિજય મેળવનારે હતે. ખરી રીતે તેના ગુણે અંધારામાં રાખવામાં આવ્યા છે, અને દુર્ગણે પ્રકાશમાં લાવવામાં આવ્યા છે. પ્ર. આજાદ કહે છે કે આ વાણિયાને તેનું ભાગ્ય ગલીચિમાંથી ખેંચીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org