________________
પિતાને માનીતે બનાવી, એક હજાર સેનાના મનસબદારની જગા ઉપર નિયુકત કરી છેવટે બે હજારને અધિપતિ બનાવ્યા હતા.
કાલિંજર, કે જે અલાહાબાદથી ૯૦ માઇલ, અને રીવાંથી ૬૦ માઈલ થાય છે, ત્યાંના કિલ્લાને સર કરવા અકબરે મજનુનખાન કક્ષાલને મોકલ્યા હતા. આ કિલ્લે ૬ અથવા
--
-
-
વાદ પૃ. ૪૨૮. તથા આર્ચિલેજીકલ સર્વે ઑફ ઇડિયા, વૈ. ૨ જું, કર્તા એ. કનિંગહામ, પૃ. ૨૮૮ થી ૨૮૨. (Archelogical survey of India Vol. II by A. Cunningham pp. 288-292 ).
૧. મજનૂનખાન કાક્ષાલ, એ હુમાયુનને મહેટ વછર હતે. અને તેની પાસે નારનેલ (પંજાબ) નામની જાગીર હતી. જ્યારે હુમાયુન ઈરાન નાસી ગયે હતો, ત્યારે હાજીખાને નારનેલને ઘેરે ઘાલ્યો હત; પરન્તુ રાજા બિહારીમલ, કે જે તે વખતે હાજીખાનની સાથે હતા, તેની અરજથી મજનૂનખાનને કંઈ પણ હરકત કર્યા સિવાય જવા દીધો હતે.
અકબર ગાદીએ આવ્યું, ત્યારે માણેકપુર કે જે તે વખતે શહેનશાહતની પૂર્વની હદ ઉપર હતું; તેને જાગીરદાર બનાવવામાં આવ્યો હતું. ત્યાં તે બહાદુરીથી અકબર તરફને બચાવ કરતા હતા. અહીં તે ખાનઝમાનને મરણ સુધી રહ્યા હતે. હી. સ. ૮૭૭ ( ઈ. સ. ૧૫૬૮ ) માં તેણે કાલિંજરને ઘેરે ઘાલ્યો હતો. કાલિંજરને કિલ્લો રાજા રામચંદ્રના તાબામાં હતું. આ કિલ્લે તેણે બીઝલીખાન, કે જે પહાડખાનને ખોળે લીધેલ છોકરે તે, તેની પાસેથી મોટી રકમ આપીને વેચાતું લીધું હતું. પરિણામે કાલિંજર, મજનૂનખાનને સંપી રાજા રામચંદ્ર શરણે થયો હતો. અકબરે મજનૂનખાનને તે કિલ્લાને સેનાપતિ બનાવ્યું હતું.
તબકતના કથન પ્રમાણે તે પાંચહજારી હતા. અને તે સિવાય પણ તેને જોઈતું પાંચહજારનું લશ્કર મળી શકતું, છેવટ તે પિરાઘાટ (બંગાલ) ની લડાઈ જીત્યા પછી મરણ પામ્યું હતું. વધુ માટે જુઓ, આઈન––અકબરી પહેલા ભાગને અંગરેજી અનુવાદ, પૃ. ૩૬૯૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org