________________
યુરીશ્વર અને સયા,
અને તેથી જ તે અકબરની સાથેજ સમાપ્ત થયું હતું. વળી કેટલાક એમ પણ કહે છે કે ધર્મના સ્થાપનારમાં જે નિષ્પકંપ-અચલિત શ્રદ્ધા હેવી જોઈએ, તે અકબરમાં પિતામાંજ હેતી. જ્યારે તેના સંસ્થાપકમાં જ શ્રદ્ધાની ખામી હોય, તે પછી તેના અનુયાયિઓમાં શ્રદ્ધા હોયજ કયાંથી? ગમે તેમ પણ આવાં જ કારણથી અકબરને ધર્મ કે અકબરના ચમત્કાર સંબંધી મહિમા આગળ આવવા પામ્યાં નહિ,
અકબરે પિતાના ધર્મના માનવાવાળાઓમાં એક બીજી પણ ખૂબી દાખલ કરી હતી. અત્યારે બે હિન્દુઓ જ્યારે આપસમાં મળે છે, ત્યારે “જુહાર” “જયકૃષ્ણ” વિગેરે બોલે છે. બે મુસલમાને આપસમાં મળે છે, ત્યારે એક સલામાલેકમ ” કહે, ત્યારે બીજે વાલેકમ સલામ કહે છે. બે જેને આપસમાં મળે છે, ત્યારે પ્રણામ કરે છે. આ બધા રીવાજોને દૂર કરી અકબરે પિતાના ધર્મના માનવાળાઓમાં એક “હું તૃત ” રીવાજ દાખલ કર્યો હતું. તેના ધર્મને માનવાવાળા બે જણ જ્યારે મળતા, ત્યારે એક કહેતે “અલ્લાહ અકબર” જ્યારે બીજે જવાબમાં કહેતે “જલ જલાલુહુ.
અકબરની આ ખૂબી પણ તેના મહત્ત્વાકાંક્ષીપણાને ખુલ્લી રીતે પ્રકટ કરે છે. અસ્તુ.
કહેવાય છે કે–ભારતવર્ષમાં જુદા જુદા ધર્મો અને તે ધર્મવાળાઓની આપસની મારામારી જોઈ અકબરનું ચિત્ત બહુ વિવલ બન્યું હતું. સૌ પોતપોતાની સત્યતા સિદ્ધ કરવા પ્રયત્ન કરતા, એટલે તેમાંથી ખરૂં સત્ય તારવવું અશક્ય થઈ પડયું હતું. આવી સ્થિતિમાં અકબરે મનુષ્યને સ્વભાવ કુદરતી રીતે-કંઈ પણ સંસ્કાર સિવાય કયા ધર્મ તરફ વળે છે, એ જાણવાને એક યુક્તિ કરી હતી. તેણે વીસ
૧ જૂઓ આઈન-ઈ અકબરી, પહેલે ભાગ, અંગરેજી અનુવાદ પૂ. ૧૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org