________________
૨૨
જે પુસ્તકને આધારે આ પુસ્તક લખવામાં આવ્યું છે, તે ઘણાંજ વિશ્વાસપાત્ર લાગે છે. એમ્હાંનાં “વિજયપ્રશસ્તિ કાવ્ય” ના કર્તા હેમવિજય અને “કૃપારસકેશનના કર્તા શાંતિચંદ્ર બને નાયક હીરવિજયસૂરિની જોડે અકબરના દરબારમાં હતા. હીરસૌભાગ્ય’ના કર્તા દેવવિમલગણિ તે, હીરવિજયસૂરિના શિષ્ય સિંહવિમલના શિષ્ય હતા. આ સિંહવિમલ પણ ગુરૂની સાથે અકબરના દરબારમાં હતા. અને ગુજરાતી કવિ- હીરવિજયસૂરિરાસ”ના કર્તા 2ષભદાસ કવિ પણ હીરવિજયજીના શિષ્ય વિજયસેનસૂરિ, જે ગુરૂના મૃત્યુ પછી સંવત્ ૧૬પર માં પટ્ટધર થયા, અને જહેને ગુરૂએ પોતાને બદલે અકબરના દરબારમાં મૂક્યા હતા, અને હેને “આઈન–ઈ–અકબરી” “વિજયસેનસૂરીના નામથી આલેખે છે, હેના શિષ્ય હતા. જો કે રાસ દેવવિમલના “હીરસૌભાગ્ય” ઉપર રચેલે છે, છતાં કવિને હકીકત જાણવાની તક એવી હતી કે હેણે આપેલી વિગત વિશ્વાસને પાત્ર થયા વિના રહે નહિ.
આ ઉપરાંત જે પુસ્તકની મદદ લેવામાં આવી છે, તે પણ લગભગ તેજ સૈકાનાં છે.
(૧) પદ્મસાગરનું “જગદગુરૂ કાવ્ય. સંવત્ ૧૬૪૬. (૨) પંડિત દયાકુશળને “લાભદયરાસ.” સંવત્ ૧૬૪૯૮ (૩) લાહોરના પંડિત જયસોમનું કર્મચંદ્રચરિત્ર સંવત
૧૬૫૦. () લાહોરના કૃષ્ણદાસ કવિની “દુર્જનશાલબાવની'. સંવત
૧૧. (૫) ગુણવિનયજીની કર્મચંદ્ર ચોપાઈ. સંવત્ ૧૬૫૫. (૬) દર્શનવિજયજીને “વિજયતિલકસૂરિરાસર, ૧ અધિકાર
સંવત્ ૧૬૭૯. (૭) રાષભદાસ કવિને મલ્લીનાથરાસ’ સંવત્ ૧૬૮૫ (૮) ગુણવિજયજીની વિજયપ્રશસ્તિપર ટીકા’. સવંત ૧૬૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org