________________
૧
જૂના જૈનપ્રધા અને રાસેાના આધાર પર ઇતિહાસ રચવે, એ લગભગ અશકય કામ છે; કારણ કે એ સાહિત્ય સાધારણ રીતે માત્ર એક પક્ષી, અવિશ્વસનીય સાધના પૂરાં પાડે છે. આ પ્રમા ને રાસે। માત્ર જિનશાસનની કીત્તિ વધારવાના અને મહાન્ જૈનોનાં આદર્શ જીવન શ્રદ્ધાળુ શ્રાવક આગળ રજુ કરવાના હેતુથી ચૂસ્ત જૈનલેખકે એ લખ્યાં છે. અને હેમાં ઇતિહાસને ઉપચાગી સામગ્રી કેટલી છે, તે પારખવા હેમાં નીચે આપેલાં લક્ષણે કેટલે અંશે છે, તે જોવું જરૂરતુ થઇ પડે છે.
(૧) ઇતિહાસની વસ્તુ જે સમયમાં ને સ્થલે ખની હાય, વ્હેનાથી લેખકના સમય અને સ્થલ જેટલે અંતરે હાય, તેટલે લેખ વિશ્વાસપાત્ર એછે. ગણાવા જોઇએ. ઘણા ખરા લેખા પ્રચલિત દતકથાએ ઉપરથી લખાએલા છે; અને આ દંતકથાઓમાં રહેલા સત્યના અશ સ્થળ ને સમયના અંતર થતાં આછે ને આછા થતા જાય, એ સ્વભાવિક છે.
(૨) આ લેખમાં જિનશાસન કે શ્રાવકવૉની કીટ વષે જે હકીકતા હાય તે, અતિશયેાક્તિ ભરી અને શ્રદ્ધાળુ શ્રાવકવૃંદના લાભ માટેજ લખાયેલી હાવાથી જ્યાં સુધી સ્વતંત્ર પુરાવાની મદદ ન મળે, ત્યાં સુધી સર્વાં શે માન્ય રાખવા લાયક હોતી નથી.
(૩) આ લેખમાં જૈનેતરા વિષે કે જૈનમતની કીર્ત્તિ ઝાંખી કરે એવુ કાંઇ હાચ, તા તેમાં ખરી હકીકત સમાઈ રહેવાના વધારે સંભવ હાય છે.
(૪) આ લેખામાં જ્યાં પટ્ટાવલી હોય કે જ્યાં વર્ષ સ્પષ્ટ રીતે લખ્યાં હાય, તે ઘણાં ખરાં ખરાં હોવાના સંભવ છે, કારણ કે સાધુએ એ બાબતમાં ઘણા ચાકસ હતા એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org