________________
હારની પંકિતમાં ઘણે અંશે લાવી મૂકયું છે. લેખક પોતે જૈનસાધુ છે. પુસ્તકના નાયક મહાન જેનગુરૂ હતા. સાધને ઘણે ભાગે પ્રાચીન જનસાહિત્યમાં દટાયેલાં હતાં આ બધું ધ્યાનમાં લેતાં લેખકને જેટલું અભિનન્દન આપીએ તેટલું ઓછું છે.
આ વિષય મી. વેન્સેટ સ્મીથના લેખે, અને ખાસ કરી હેણે રચેલા “અકબર” નામના પુસ્તકે સરલ કરી દીધો છે, તે ઇતિહાસકાર લખે છે કે–(પાનું ૧૬૬ ).
“અકબરના વિચારને રાજ્યનીતિ પર જે પ્રભાવ જૈન આચાએ પાયે હતો, હેના પ્રાબલ્યની ઇતિહાસકારોએ સેંધ લીધી નથી. તે જૈન મહાત્માનાં વચને એવા ધ્યાનથી સાંભળતે કે-તે જૈનનમતાવલંબી થયે છે, એમ જૈન લેખકે ગણતા; અને ૧૫૮૨ પછીનાં તેનાં ઘણાં કામ કેટલેક અંશે સ્વીકારેલા જૈન મતને લીધે જ થયાં છે. આ બીનાઓને વહેમ પણ એલ્ફીન્સ્ટન, વૈન અર અને મોલીસનના પુસ્તકના વાચકને ભાગ્યેજ પડે. અબુફજલની લાંબી ટીપમાં લખેલા તે સમયના ત્રણ મહાસમર્થ વિદ્વાન–હીરવિજયસૂરિ વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાય નામક જૈન ગુરૂઓ અથવા ધર્માચાર્યો હતો. આ વાત બ્લેકમેન પણ જોઈ શક્યા નથી. આ ત્રણમાં જહેનું નામ પ્રથમ આપ્યું છે, તે ત્રણેમાં અગ્રગયા હતા, અને અકબરને જૈનમતાવલંબી કરવાનું માન તેમને છે, એમ જૈનલેખકે માને છે, અને અબુલફઝલ હેને વિદ્વાનના પાંચ વર્ગમાંના પ્રથમ વર્ગમાં, શેખ મુબારક વિગેરે બીજા ચુનંદા વીશ વિદ્વાને કે જેઓ “બને દુનિયાનાં રહસ્ય હમજે છે તેવાની પંક્તિમાં મૂકે છે.”
પણ મુખ્યત્વે કરીને આ પુસ્તકને આધાર હેમવિજયના “વિજય પ્રશસ્તિ કાવ્ય” પર, પંડિત દેવવિમલકૃત “હીરસૌભાગ્ય કાવ્યપર અને કવિ ગષભદાસકૃત “હીરવિજયસૂરિ રાસ” પર રાખવામાં આવ્યું છે. સ્મીથે જ્યાં માત્ર માર્ગ દેખાડે છે, ત્યાં વિવાવિજયજીએ સંપૂર્ણ માહિતી આપવાનું કામ હાથ ધર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org