________________
યુરીભાર અને સાહ
આવતા. લેકના આશ્ચર્યને પાર રહ્યો નહિ. ભાદર મહીને. આ ઋતુમાં કેરી હોયજ શાની? અને વળી ગઈ કાલ સુધી તે તે આંબાઓ ઉપર કંઈ હતુ પણ નહિં. અને આજે કેરીઓથી ખીલેલા આંબા જોઈ કેને આશ્ચર્ય ન થાય?
શ્રાવકેએ કેટલીક કેરીઓ ઉતારી લીધી. તેમાંથી અમદાવાદ, પાટણ અને ખંભાત વિગેરે શહેરમાં મોકલાવી. ત્યાં સુધી કે ઠેઠ અબુલફજલ અને અકબર પાસે પણ તે કેરીએ મોકલવામાં આવી. જેણે જેણે કેરીઓ જોઈ અને હકીકત સાંભળી તેના તેના આનંદને પાર રહ્યો નહિં. બાદશાહ પણ સૂરિજીના પુણ્યપ્રકર્ષ ઉપર ફિદા થયે. સૂરિજીના માહાસ્ય માટે તેના અંતઃકરણમાં અતુલિત હર્ષ ઉત્પન્ન થયા, પરંતુ તેની સાથે જ સાથે સૂરિજીના સ્વર્ગવાસથી બાદશાહ અને અબુલફજલના ખેદને પણ પાર રહ્યો નહિ. અનેક પ્રકારે સૂરિજીની સ્તુતિના શબ્દો ઉચ્ચારવા લાગે.ગષભદાસ કવિએ બાદશાહના મુખથી સૂરિજીની સ્તુતિના જે શબ્દ કઢાવ્યા છે, તેજ શબ્દોમાં અમે પણ આ પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ:
“ધન જીવ્યું જગતગુરૂનું, કર્યો જગ ઉપગાર રે. મરણ પામ્ય ફળ્યા આંબા, પામે સુર અવતાર છે. હીર. ૫ શેખ અબુલફજલ અકબર, કરે ખરખરે તામ રે. અસ્યા ફકીર નવિ રહ્યા કાલે, બીજા કુણ નર નામ રે. હીર, ૬ જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર રે; ખેર મહિર દિલ પાક નહિ, બેયા આદમી અવતાર રેટ હીર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org