________________
નવા
—
—-
અ
મ
——
ત્રણ દિવસે એમને એમ નિકળી ગયા પછી, ચોથા દિવસે પાટણને સંધ એકઠા થયે. વિજયસેનસૂરિને ઘણું ઘણું સમજાવ્યા. તેમને આશ્વાસન આપવામાં આવ્યું. સંઘના સમજાવવાથી તેમનું ચિત્ત કઈક શાન્ત થયું. તેમણે પિતાના હૃદયને મજબૂત કર્યું, પૈર્ય ધારણ કર્યું. ચોથા દિવસે કંઈક આહારપાણ પણ કર્યા. તે પછી બધા મુનિને સાથે લઈ તેઓ ઊને આવ્યા, અને ત્યાં હીરવિજયસૂરિનાં પગલાંને ભાવથી વંદના કરી.
આજ વિજયસેનસૂરિ હીરવિજયસૂરિની પાટે સ્થાપના થયા. અને તેમણે પણ હીરવિજયસૂરિની માફકજ જૈનધર્મની વિજય પતાકા ચારે દિશાઓમાં ફરકાવી.
આ પ્રકરણની પૂર્ણાહુતિ કર્યા પહેલાં હીરવિજયસૂરિના નિવણ પ્રસંગે બનેલી એક આશ્ચર્યકારક ઘટનાને ઉલેખ કરે ભૂલવો જોઈતો નથી.
ગષભદાસ કવિના કથન પ્રમાણે-જે દિવસે હીરવિજ્યસૂરિનું નિર્વાણ થયું, તેજ દિવસે રાત્રે, જે સ્થાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું હતું, તે સ્થાનમાં અનેક પ્રકારનાં નાટારંગ થતાં, પાસેના ખેતરમાં સૂતેલા એક નાગર વાણિયાએ જોયાં હતાં. પ્રાતઃકાલમાં તેણે શહેરમાં આવી કેને રાત્રે બનેલી હકીકત કહી સંભળાવી. લેકનાં ટેળેટેળાં તે વાડીમાં ગયાં. તે વખતે નાટારંગ જેવું તે લોકેએ કંઈ નજ દેખ્યું, પરંતુ તે વાવના તમામ આંબાઓ ઉપર કેરીઓ લાગેલી જોઈ. તેમાં કેઈ આંબા ઉપર મહેર સાથે ઝીણી ઝીણી કેરીઓ જોઈ, તે, કેઈ ઉપર મહટી ગેટલાવાળી જોઈ. અને કઈ ઉપર સાખે જોઈ તે કેઈ ઉપર બિલકુલ પાકી ગયેલી પણ
ઈ. આ આંબાઓમાં કેટલાક તો એવા પણ હતા, કે જેના ઉપર કોઇ કાળે કેરી થતી જ હતી, એટલે તેને વાંઝિયા આંબા કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org