________________
સૂરીશ્વર અને સમા
બીજી તરફ લાહોરથી રવાના થયેલ વિજયસેનસૂરિ હીરવિજયસૂરિના નિર્વાણ દિવસે ક્યાં સુધી આવી પહોંચ્યા છે, તેની કેઈને ખબર હતી, તેમવિજયસેનસૂરિ પણ જેમ બને તેમ જલદી કેઈપણ સ્થળે રોકાયા સિવાય એક પછી એક ગામો અને નગરમાં થતા એવી ઉત્કૃષ્ટ ઈચ્છાથી ઊના તરફ આવતા હતા કે કયારે ગુરૂદેવના ચરણમાં મારા મસ્તકને મૂકી આત્માને પવિત્ર કરૂં. પરતુ ભાવી પદાથે આગળ કેનું શું ચાલી શકે ? ગમે તેટલી ઉતાવળ કરવા છતાં વિજયસેનસૂરિને હીરવિજયસૂરિનાં દર્શન નહિં થવાનાં તે નજ થયાં. ભાદરવા વદિ ૬ ના દિવસે જે વખતે પાટણના. શ્રાવકો હીરવિજયસૂરિના નિર્વાણુના સમાચાર સાંભળીને દેવવંદન કરતા હતા, તેજ વખતે તેઓ પાટણમાં આવી પહોંચ્યા. વિજય સેનસૂરિની ઘણા દિવસથી ઈચ્છા હતી કે-હું પાટણમાં જઈશ, એટલે કંઈપણ શુભ સમાચાર મળશે; પણ થયું તેથી ઉલટું. પાટણના ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ તેમને આ માઠા સમાચાર સાંભળવાનું દિર્ભાગ્ય પ્રાપ્ત થયું સૂરિજીના નિર્વાણુના સમાચાર સાંભળતાં જ તેમના હૃદયમાં એકાએક આઘાત પહોંચ્યા. તેઓ વિવાર અવાકુર્જ બની ગયા અને મૂચ્છ આવતાં જમીન પર પડી ગયા. વિવારે ચેતના આવતાં પણ તેમને કંઈ ચેન પડતું નહિ. ક્ષણમાં બેસતા તે ક્ષણમાં ઉભા થતા, ક્ષણમાં સૂતા તે ક્ષણમાં કંઈ બોલતા. અરે “આ શું થયું ? “હવે હું શું કરીશ?”હું ઊને જઈને કેને વાંદીશ?” ઈત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ તેમને થવા લાગ્યા. તેઓ નથી આહાર કરતા કે નથી પાણી વાપરતા; નથી વ્યાખ્યાન વાંચતા કે નથી વાત કરતા. તેઓ ગંભીર વિચારસાગરમાં ગરકાવ થઈ ગયા હોય, તેમ, શન્યચિત્ત દિવસે ગાળવા લાગ્યા. ત્રણ દિવસ એમને એમ નિકળી ગયા. વિજયસેનસૂરિ કઈ વખતે કંઈ પણ બોલતા, તે “અરે હીર હંસલે માનસરોવરથી ઉઠે ગયે” “અરે પ્રભે! અમને એકાએક મૂકીને કયાં ચાલ્યા ગયા!” “હવે અમારું શું થશે? કેની આજ્ઞા માગીશું” “અરે આ શાસનનું પણ શું થશે.' એવાં જ વાક અકસમાત કાઢી નાખતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org