________________
નિલ
૨૯૦
પપપપ
હીરવિજયસૂરિને નિર્વાણ થતાં સર્વત્ર હાહાકાર મચી ગયે. ઉનાના સંઘે આ ખેદકારક સમાચાર ગામેગામ પહોંચાડવા માટે "કાસશીઆઓને રવાના કર્યા. જે જે ગામમાં આ દુખદ સમાચાર " માલૂમ પડયા, તે તે ગામમાં સર્વત્ર શોક પ્રસરી ગયે. ગામેગામ ‘હડતાલે પડવા લાગી. કેણ હિંદુ કે કેણ મુસૂલમાન, કેણ જૈન કે કોણ બીજા-દરેકને આ માઠા સમાચારથી અત્યન્ત દુઃખ થયું. જે બે પુરૂષ રત્નની વિદ્યમાનતાથી ભારતવર્ષની રાષ્ટ્રીય અને ધાર્મિક સ્થિતિમાં ઘણોજ સુધારે થવા પામ્યું હતું, અને જેના લીધે ભારતવર્ષની પ્રજા કંઈક સુખના દિવસે જેવા પામી હતી, તેમાંનું એક રત્ન ગુમ થવાથી કેને દુઃખ ન થાય? તેની ન પૂરી શકાય તેવી પડેલી ખોટથી કેના હૃદયમાં આઘાત ન પહોંચે ?
બીજી તરફ સૂરિજીની અત્યક્રિયાને માટે ઉના અને દીવને સંઘ તૈયારી કરવા લાગ્યા. તેમણે તેરખંડવાળી એક માંડવી તૈયાર કરી. જે માંડવી કથી, મખમલ અને મશરૂથી મઢવામાં આવી. આ માંડવીને મોતીનાં ઝૂમખાં, રૂપાના ઘંટ, સેનાની લૂથરિ, છત્ર, ચામર, તેરણ અને ચારે તરફ અનેક પ્રકારની ફરતી પૂતળીચેથી એવી તે મનહર શણગારવામાં આવી કે ખાસા એક દેવ વિમાનને પણ ભૂલાવી દે તેવી બની. કહેવાય છે કે આ માંડવીને બનાવવામાં બે હજાર લ્યાહરીને ખર્ચ થયું હતું. અને તે સિવાય અઢી હજાર લ્યાહરી બીજી લાગી હતી.
કેશર, ચંદન અને સૂઆથી સૂરિજીના શરીરને લેપ કરવામાં આવ્યે. અને તે પછી તે શબને માંડવીમાં પધરાવવામાં આવ્યું. ઘંટાનાદ થવા લાગ્યા. વાજિંત્રે વાગવા લાગ્યાં. મહેટ હેટા પુરૂ
એ માંડવી ઉપાડી. જય જય નંદજય જય ભદ્દા ! ના અદ્વિતીય નાદથી ગગન મંડલ ગાજી ઉઠયું હજારો લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે રૂપિયા, પૈસા અને બદામ વિગેરે વસ્તુઓ ઉછાળવા લાગ્યા. માર્ગમાં ઠેકાણે ઠેકાણે પુષ્પની વૃષ્ટિ થવા લાગી. આબાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org