________________
સીશ્વર અને સિયા,
ટગર જોઈ રહેલ છે. અને એવી પ્રતીક્ષા કરી રહ્યા છે કે-હમણાં ગુરૂદેવ કંઈક બોલશે, જ્યારે ત્યાં આવતાં સેંકડે સ્ત્રી પુરૂષ સૂરિજીની પૂજા કરી જુદા જુદા સ્થાનમાં ઉદાસીનતા પૂર્વક બેસતાં જાય છે.
આજે ભાદરવા સુદિ ૧૧ (વિ. સં. ૧પર) ને દિવસ છે. સંધ્યાકાલ થવા આવ્યું. સૂરિજી અત્યાર સુધી ધ્યાનમાં મગ્ન હતા. સાધુઓ તેમના મુખકમલને નિહાળી રહ્યા હતા. અકસ્માત સૂરિજીએ આંખ ઉઘાડી. પ્રતિકમણને વખત થયેલે જે. પિતે સાવધ થઈને બધા સાધુઓને પિતાની પાસે બેસાડી પોતે પ્રતિકમણ કરાવ્યું. પ્રતિકમણ પુરૂં થયા પછી સૂરિજીએ છેલ્લા શબ્દો ઉચ્ચારતાં કહ્યું -
ભાઈઓ! હવે હું મારા કાર્યમાં લીન થાઉં છું. તમે કઈ કાયર થશે નહિં. ધર્મકાર્ય કરવામાં શુરવીર રહેજે.” એટલું બોલતાં બોલતાં સૂરિજીએ સિદ્ધનું ધ્યાન કર્યું. સૂરિજીની વાણી બંધ થતાં મારૂં કઈ નથી” “હું કોઈને નથી” “મારે આત્મા જ્ઞાન-દશર્નચારિત્રમય છે,–સચ્ચિદાનંદમય છે, “મારો આત્મા શાશ્વત છે! હું શાશ્વત સુખને માલિક થાઉં.” “બીજા બધા બાહ્યભાવેને સરાવું છું.” તેમ આહાર, ઉપાધિ અને આ તુચ્છ શરીરને પણ
સરાવું છું.” આ વચને કાઢી મૂરિજી ચાર શરણાંનું સ્મરણ કરવા લાગ્યા. આ વખતે સરિજી પદ્માસને બિરાજમાન થયા. હાથમાં નવકારવાળી લઈ જાપ કરવા લાગ્યા. ચાર માળા પૂરી કરીને જ્યારે પાંચમી માળા ગણવા જતા હતા, કે તુર્ત તે માળા હાથમાંથી નીચે પડી ગઈ. લોકમાં હાહાકાર મચી ગયે. જગને હીરો આજ ક્ષણે આ માનુષી દેહને છેડી ચાલતો થયે સુરકમાં હીરની પધરામણી થતાં સુરઘંટાને નાદ થયે, ત્યારે ભારતવર્ષમાં ગુરૂવિરહનું ભયંકર વાદળ છવાઇ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org