________________
સુશાર અને સમ્રા,
ગમે તેમ હો, પરતુ હીરવિજયસૂરિની બીમારી વખતે તેઓ તેમની પાસે નહિં હતા અને તેમને જલદી આવવાને સૂચના કરવામાં આવી હતી, એમાં તે બે મત છેજ નહિં.
બીજી તરફ હીરવિજયસૂરિની વ્યાધિમાં જેમ વધારે તે ગયે, તેમ તેઓને વિજયસેનસૂરિની અવિદ્યમાનતાના ખેદમાં પણ વધારેજ થતે ગયે. “હજૂ સુધી તેઓ કેમ ન આવ્યા? જે આ વખતે તેઓ મારી પાસે હત, તે છેવટના પ્રસંગે અનશનાદિ ક્રિયા કરવામાં મને ઘણે ઉલ્લાસ થાત.” આજ વિચારે તેમને વારંવાર થયા કરતા.
ગમે તેટલા વિચારે થવા છતાં અને ગમે તેટલી ઉતાવળ કરવા છતાં, મનુષ્યજાતિથી જેટલું ચલાતું હોય, તેટલું જ ચલાય છે. મનુએને કંઈ પાંખે નથી હોતી, કે જેથી ઊડીને ઈચ્છિત સ્થાને જઈ શકાય તેમ વિજયસેનસૂરિ એક જૈન સાધુ હેઇ એ પણ એમનાથી બને તેમ હતું કે–અકબર બાદશાહના ખાસા કઈ પવનવેગી ઘોડા પર સવાર થઈને એકદમ લાહોરથી ઊના જઈ શકે.
હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિને આવવાની જેટલી પ્રતીક્ષા કરી રહ્યા હતા, તેટલી જ બલિક તેથી પણ વધારે વિજયસેનસૂરિ હીરવિજયસૂરિની સેવામાં જલદી પહોંચવાની ઉત્કટ ઈચ્છા રાખતા હતા. પરંતુ કરે શું? ઘણ દિવસે વ્યતીત થઈ જવા છતાં વિજય સેનસૂરિ આવી પહોંચ્યા નહિં, ત્યારે સુરિજીએ એક દિવસ બધા સાધુઓને એકઠા કરી કહ્યું કે
વિજયસેનસૂરિ હજૂ સુધી આવ્યા નહિ. હું ચાહતે હતો. કે તેઓ મને છેવટની ઘડીએ મળ્યા હત, તે સમાજ સંબંધી કં. ઈક ભલામણ કરત. ખેર, હવે મને મારું આયુષ્ય ટૂંકું લાગે છે, આ માટે તમારી બધાઓની સમ્પતિ હય, તે હું આત્મકાર્ય સાધવાને કઈ યત્ન કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org