________________
રહe
સૂરીશ્વર અને સયા,
અજાણ્યા નહિ હતા. તેઓ શાસ્ત્રોના પારગામી હતા, ગીતાર્થ હતા અને મહાન અનુભવી હતા. એટલે તેમનાથી આ હકીકત અજાણ નહોતી, છતાં તેઓ સખ્ત નિષેધ કરતા હતા, એનું કારણ એજ હતું કે, તેઓના સમજવામાં ચોક્કસ આવ્યું હતું કે હવે “મારું આયુષ્ય અલ્પ છે. હવે તે માટે બીજા બાહ્ય ઉપચાર–ઔષધે કરવા કરતાં ધમષધિનું સેવનજ વિશેષતયા કરવું જોઈએ. થે જિંદગીને માટે એવા આરંભ-સમારંભવાળી દવાઓ કરવાની શી જરૂર છે.” બસ, આજ કારણથી તેઓ શ્રાવકને નિષેધજ કરતા રહ્યા. શ્રાવકોને બહુ દુખ થયું. તેઓ બધા ઉપવાસ કરીને બેસી ગયા. “સૂરિજી દવા નહિ કરવા દે, તે અમે તે કઈ ભેજન કરવાના નથી.”આવે નિયમ કરીને બેસી ગયા. ૪ષભદાસ કવિ તે ત્યાં સુધી કહે છે કેસરિજીએ દવા નહિ લેવાથી જેમ ગૃહસ્થ ઉપવાસ કરીને બેસી ગયા, તેમાં કેટલીક બાઈઓએ તે પિતાનાં બાળકને ધવરાવવાં પણ બંધ કર્યા. આખા ગામમાં હોહા મચી ગઈ. સરિજીના શિષ્યોને પણ બહુ લાગી આવ્યું. છેવટ સેમવિજયજીએ સૂરિજીને સમજાવતાં કહ્યું- મહારાજ ! આમ કરવાથી શ્રાવકનાં મન સ્થિર રહેશે નહિ. જેમ આપ દવા કરવાની ના પાડે છે, તેમ શ્રાવકે અને શ્રાવિકાઓ નહિ ખાવા-પીવાની હઠ લઈને બેસી ગયેલ છે, માટે આપે સંઘના માનની ખાતર પણ દવા કરવાની “હા” પાડવી જરૂરની છે. પૂર્વ ઋષિએ પણ રે ઉપસ્થિત થતાં ઔષધોપચાર કરેલ છે, એ વાત આપનાથી અજાણ નથી. ભલે શુદ્ધ અને ડું ઔષધ થાય, પરંતુ કંઈક તે આપે છૂટ આપવી જ જોઈએ.”
સેમવિજયજીના વિશેષ આગ્રહથી પિતાની ઈચ્છા વિરૂદ્ધ પણ સરિજીએ દવા કરવાની છૂટ આપી. સંઘ ઘણે ખુશી થયે. સિઓ બાળકને ધરાવવા લાગી. સારા દક્ષ વૈષે વિવેકપૂર્વક દવા શરૂ કરી અને દિવસે દિવસે વ્યાધિમાં કઈક ઘટાડો થવા લાગ્યા. પરંતુ શરીરશક્તિ એવી નજ થઈ કે જેથી કરીને તેઓ સુખ-સમાધે જ્ઞાન-ધ્યાન-ક્રિયામાં તત્પર રહી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org