________________
સુરીશ્વર અને સમ્રાહ્
ચેાના વિષા તરફની આસકિત દૂર કર્યાં સિવાય, બીજા શબ્દોમાં કહીએ તેા ઇચ્છાના નિરોધ કર્યો સિવાય તપસ્યા થઈ શક્તી નથી, અને તપસ્યા કર્યાં સિવાય ક ક્ષય થઇ શકતા નથી. અને એજ કારણથી, યદ્યપિ હીરવિજયસૂરિ જગત્ પર ઉપકાર કરવાના મહાન પુરષા કરતા હતા છતાં પણ આત્મશકિતના વિકાસને માટે તેમણે શકિત અનુસાર તપસ્યા પણ ઘણી કરીને જીવનની સાર્થકતા કરી હતી,
આા પ્રસ`ગે સૂરિજીની વિદ્વત્તાના સંબધમાં પણ એ શબ્દોના ઉલ્લેખ કરવા જરૂરનો છે. હીરવિજયસૂરિમાં વિદ્વત્તા પદ્મ કઇ સાધારણ ન્હાતી. જો કે–તેમણે બનાવેલા ગ્રંથે—જ બૂટ્ટીય પ્રજ્ઞપ્તિ ટીકા અને અતરીક્ષપાર્શ્વનાથસ્તવ વિગેરે થાડાકજ ઉપલબ્ધ થાય છે; પરન્તુ તેમણે કરેલાં કાર્યો તરફ દષ્ટિપાત કરતાં તેમની અસાધારણ વિદ્વત્તાના સંબધમાં લગારે શકા લાવવા જેવુ' રહેતુ નથી. તે વખતના મ્હાટા મ્હોટા જૈનેતર વિદ્વાનાની સાથે ટક્કર ઝીલવામાં તથા આલમફાજલ સૂમાએ! અને ખાસ કરીને સમસ્ત ધર્માંનું તત્ત્વ શુંધવામાં પેાતાની આખી જિં'દગી વ્યતીત કરનાર અખર બાદશાહ ઉપર ધર્મિક છાપ પાડવામાં સંપૂર્ણ સફળતા મેળવવી, એ સાધારણુ જ્ઞાનવાળાથી નજ ગનીશકે, એ દેખીતી વાત છે. તેમ અકબરે પેાતાની ધર્મસભાના પાંચ વર્ગો પૈકી પહેલા વગ માં તેએનેજ દાખલ કર્યો હતા કે જેઓ અસાધારણ વિદ્વત્તા ધરાવતા હતા. હીરવિજયસૂરિ આ પહેલા વર્ગના સભાસદ હતા. એ વાત આપણે પ્રથમ જોઇ ગયેલા છીએ.
આ બધી બાબતે ઉપરથી એમ સહેજ જાણી શકાય છે કેહીરવિજયસૂરિ પ્રખર પાંડિત્ય ધરાવતા હતા.
હવે તેમના જીવન સંબધી કઇ પણ કહેવા જેવું રહ્યું નથી. જ્ઞાન-ધ્યાન—તપસ્યા-દયા-દાક્ષિણ્ય-લેકોપકાર-જીવદયાના પ્રચાર અને એવી તમામ બાબતેથી આપણા ગ્રન્થનાયક હીરવિજયસૂરિજીએ પેાતાના જીવનની સાર્થકતા કરી હતી. આવી રીતે જીવનની સાકતા કરનારને મૃત્યુના ભય ન હાય-ન રહે, એ તદ્ન મનવા જોગજ છે. તેઓને માટે મૃત્યુ, એ એવાજ આનંદને વિષય છે કેજેવા ઝુપડી મૂકીને મહેલમાં જનારને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org