________________
સૂરીશ્વર અને સારા
સારૂં છે. વળી તમે એ પણ ધ્યાનમાં રાખશે કે હજારે કે લાખો મનુષ્યને આધીન કરી શકાય છે, પરંતુ આત્માને આધીન કરે બહુ કઠિન કામ છે. અને જ્યારે આ માને સ્વાધીને કર્યો, એટલે આખું જગત્સ્વાધીન છે. “Mr rv ' આત્મા છે એટલે સર્વ કર્યું. જગને જીતવામાં–મનુષ્યના ઉપર પ્રભાવ પાડવામાં પણુ આત્મા ઉપર કાબૂ મેળવવાની જરૂર છે. અને તે કાબૂ મેળવવાને માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ મનુષ્ય માત્રને માટે જરૂરની છે. આધ્યાત્મિક બળ, એ લાખે મનુષ્યના બળ કરતાં કરડે ગણું વધારે છે. લાખે મનુષ્ય જે કામ નથી કરી શકતા, તે એક આધ્યાત્મિક બળવાળે મનુષ્ય કરી શકે છે.” ' સૂરિજીનાં આ વચને સાંભળી સાધુઓ તે સ્તબ્ધજ થઈ ગયા. તેઓ તે સૂરિજીના પ્રત્યુત્તર પછી એક શબ્દ પણ ન બોલી શક્યા. બલિક તેઓને એ વાતનું અત્યન્ત આશ્ચર્ય થયું કે-જગતમાં આટલી બધી પ્રતિષ્ઠા અને પૂજના હેવા છતાં સૂરિજીમાં આટલું બધું વિરાગ્ય ! સાધુઓને સંભાળવામાં, લેકેને ઉપદેશ આપવામાં અને સમાજહિતનાં અનેકાનેક કાર્યો કરવામાં સતત શ્રમ લેવા છતાં, તે બાહા પ્રવૃત્તિ પ્રત્યે આટલી બધી નિર્લેપતા!
ખરૂં અધ્યાત્મ તે આનું નામ, મન ઉપર કાબૂ મેળવવાના ઈરાદાથી-આત્માને જીતવાના અભિપ્રાયથી જેઓ અધ્યાત્મની પ્રવૃત્તિ રાખે છે, તેઓ અધ્યાત્મિપણના આડંબરથી સર્વથા દૂરજ રહે છે. સાચા અધ્યાત્મિઓ આડંબરપ્રિય હતાજ નથી, અને જ્યાં આડ અરપ્રિયતા છે, ત્યાં સાચું આધ્યાત્મ રહી શકતું નથી. ઇદ્રિનું દમન, શરીર ઉપરની મૂર્છાને ત્યાગ અને વૈરાગ્ય-એ ગુણે અધ્યાત્મિએમાં હેવાજ જોઈએ. આ ગુણે સિવાય અધ્યાત્મમાં પ્રવૃત્તિ થઈ શકતી જ નથી. વર્તમાન જમાનાના કેટલાક શુષ્ક અધ્યાત્મિએ પિતાને અધ્યાત્મી હવાને દા તો કરતા ફરે છે, પરંતુ જેવા જઈએ તે ઉપરના ગુણે પૈકીને એક પણ ગુણ જોવામાં આવતું નથી. આવા અધ્યાત્મિઓને અધ્યાત્મી કહેવા અથવા માનવા, એ ઠગેને ઉત્તેજન આપવા બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org