________________
શેષપર્યટન
૨૫.
-
-
-
-
“ ત્યારે હવે કેમ? મેં સાંભળ્યું છે કે તમારે સંતાન તે થયું છે.” રામજીએ કહ્યું-“સાહેબ તૈયાર છું. મારું એવું કયાંથી અહેભાગ્ય કે-આવા પવિત્ર સ્થાનમાં આપના જેવા પવિત્ર ગુરૂના હાથે હું વ્રત ધારણ કરૂં?” તે પછી તે જ વખતે ચતુર્વિધ સંઘની સાક્ષીએ રામજી અને તેની સ્ત્રી, જેણીની ઉમર માત્ર બાવીસ વર્ષની હતી, બનેએ યાવાજીવ સુધી બ્રહ્મચર્ય પાલન કરવાને નિયમ લઈ લીધે. આવી નાની ઉમરમાં આ બને સી-પુરૂષને બ્રહ્મચર્યવ્રત ધારણ કરતાં જે બીજા પણ ઘણાં સ્ત્રી-પુરૂષએ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું.
તે પછી પાટણના સંઘવી કકુ શેઠે પણ બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું. તેમની સાથે બીજા ત્રેપન મનુષ્યએ તેજ વ્રત અંગીકાર કર્યું. આ વખતે હીરવિજયસૂરિની પૂજા કરવામાં અગીયાર હજાર ભરૂઅચીની ઉપજ થયાનું ત્રષભદાસ કવિ લખે છે.
આ પ્રમાણે સિદ્ધાચલજી તીર્થ ઉપર શુભભાવપૂર્વક દેવવંદન અને વ્રતગ્રહણાદિ ક્રિયાઓ કરી બધા નીચે ઉતર્યા અને પાલીતાણું ગામમાં આવ્યા.
પાલીતાણામાં કેટલેક વખત સ્થિરતા કર્યા પછી સંઘને વિદાય થવાનું અને સૂરિજીને વિહાર કરવાનું નકકી થયું. ગામે ગામથી એકઠા થયેલા ગૃહસ્થ પિતતાના ગામમાં પધારવા માટે સૂરિજીને સાગ્રહ વિનતિ કરવા લાગ્યા. તેમાં ખાસ કરીને ખંભાતના સંઘવી ઉદયકરણની અને દીવના મેઘજી પારેખ,દામજી પારેખ અને સવ
સાહની વિનતિ વધારે જોરદાર હતી.આ બને ગામના ગૃહસ્થાએ પિત પિતાના ગામમાં પધારવા માટે સૂરિજીને અનહદ આગ્રહ કર્યો. દીવની લાડકીબાઈ નામની એક શ્રાવિકા હતી, તેણીએ પણ સૂરિજીને વિનતિ કરતાં કહ્યું– ગામે ગામ ફરીને આપે સર્વત્ર પ્રકાશ કર્યો છે, પરંતુ અમે હજુ સુધી અંધારામાંજ રવડીએ છીએ. માટે અમારા ઉપર કૃપા કરીને આપે દીવ પધારવું જ જોઈએ.” ઇત્યાદિ વિનયપૂર્વક, પરંતુ સાગ્રહ વિનતિ બહુ કરી. છેવટ-સૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org