________________
પર્યટન
- -
-
દર્શન કરી, છીપાવસતીમાં ગયા. ત્યાંથી ટેટા અને મહા નામનાં બે દેરાસરમાં થઈ કદિયક્ષ અને અદબદ દાદા આગળ સ્તુતિ કરી. તે પછી મરૂદેવીશિખર ઉપરથી ઉતરી સ્વર્ગોરહણ નામની ટૂંક ઉપર અનુપમદેવીએ બનાવેલા અનુપમ નામના તળાવને જોતા જોતા ઉપર ચડ્યા અને કહષભદેવના મંદિરને ફરતા કિલામાં પ્રવેશ કર્યો. આ કિલ્લાની પાસે વસ્તુપાલે બનાવેલી ગિરનારની રચના ઈ. તે પછી ખરતરવસતી નામના દેરાસરમાં જઈને અને ત્યાં રામતી અને તેમનાથની ચેરી જોઈને ત્યાં બિરાજમાન મૂર્તિનાં દર્શન કર્યા. ત્યાંથી ઘડાચેકીગેખ નામના મંદિરમાં અને પગલાંનાં દર્શન કરી તિલકતરણ નામના દેરાસરમાં દર્શન કર્યા. તે પછી સૂર્યકુંડ જોઈ મૂળ મંદિરના કિલ્લામાં પ્રવેશ કરી પગથિયાં ચઢવા લાગ્યા. અનુક્રમે તેરણું,
દેરાસરને રંગમંડપ, શિખર ઉપર કતરેલાં ચિત્ર, શિખર ઉપરના ' કળશે, ધ્વજાઓ, રંગમંડપના થાંભલા, હાથી ઉપર બેઠેલ મરૂદેવી માતા, દેરાસરને ગભારે અને ખુદ કહષભદેવ ભગવાનની મૂર્તિ જેઈ સૂરિજીને ઘણે આનંદ થયે. તે પછી મૂળ દેરાસરને પ્રદક્ષિશુઓ ફરતાં દેરીઓમાં સ્થાપેલ મૂર્તિ અને રાયણવૃક્ષ નીચેનાં પગલાંનાં દર્શન કર્યા. તદનન્તર જસુ ઠક્કરે બંધાવેલ ત્રણ દ્વારવાળું દેરાસર, રામજીશાહે બનાવેલ ચાર દ્વારવાળું દેરાસર અને ર8ષભદેવની હામે બિરાજેલ પુંડરીક સ્વામીનાં દર્શન કરી મૂળ દેરાસરમાં પ્રવેશ કર્યો. દેરાસરના મંડપમાં રહેલ મરૂદેવી માતાને નમસ્કાર કરી ગષભદેવ ભગવાનની ભાવથી સ્તુતિ-પૂજા કરી. ત્યાંથી પછી બહાર નીકળી મૂળદ્વાર આગળ દીક્ષાઓ અને ત્રચ્ચારણ વિગેરે ધર્મક્રિયાઓ કરાવી, ત્યાંથી ઉઠીને પછી પુંડરીક ગણધરની પ્રતિમા આગળ આવીને સૂરિજીએ યાત્રાળુઓ સમક્ષ શત્રુંજય મહાભ્ય ઉપર વ્યાખ્યાન આપ્યું.
હીરસૌભાગ્યકાવ્યના કર્તાએ ઉપરના વૃત્તાન્ત સાથે એક મહવની બાબતને ઉલ્લેખ કર્યો છે. તે એ છે કે-હીરવિજયસૂરિ કેટલાક દિવસે સુધી સિદ્ધાચલ પર્વત ઉપર રહૃાા હતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org