________________
સવીશ્વર અને સમ્રા,
મળે હતું, જેમાં વિજયસેનસૂરિને પિતાની પાસે મોકલવાને પ્રાર્થના કરી હતી. અને વિજયસેનસૂરિને મોકલવામાં પણ આવ્યા હતા. અહિં છ હજાર સેનામહોરોથી લોકેએ સૂરિજીની પૂજા કરી હતી. અહિંથી વિહાર કરી સરિજી પાટણ પધાર્યા હતા. પાટણમાં આ વખતે ત્રણ પ્રતિષ્ઠા કરી હતી. કાસમખાનની સાથે ધર્મચર્ચા કે જેનું વર્ણન સાતમા પ્રકરણમાં કરવામાં આવ્યું છે, તે કરવાને પ્રસંગ પણ સૂરિજીને આજ વખતે મળે હતે.
પાટણની આ વખતની સ્થિતિ દરમીયાન સૂરિજીને એક દિવસ રાત્રે રવપ્ન આવ્યું. તેમાં તેમણે જોયું કે પોતે એક હાથી ઉપર સવાર થઈને પર્વત ઉપર ચઢી રહ્યા છે અને હજારે લેકે તેમને નમસ્કાર કરે છે. - સૂરિજીએ આ હકીકત સેમવિજયજીને જણાવી. પ્રત્યુત્તરમાં તેમણે બહુ વિચારપૂર્વક કહ્યું કે આ સ્વપ્નના ફળમાં મને લાગે છે કે-સદ્ધાચલની યાત્રા થવી જોઈએ.” બનવા કાળ કેથેડાજ વખત પછી સૂરિજીને સિદ્ધાચલની યાત્રા કરવાનો વિચાર થશે. સૂરિજીને વિચાર નક્કી થતાં પાટણના જૈનસંઘે સૂરિજીની સાથેજ છરી પાળતાં સિદ્ધાચલની યાત્રાએ જવાનું નકકી કર્યું. સંઘે ગુજરાત અને કાઠિયાવાડનાં તમામ ગામે ઉપરાન્ત લાહેર,
૧ વિધિપૂર્વક તીર્થયાત્રા કરનારને છરી પાળવાની શાસ્ત્રાજ્ઞા છે. અર્થાત જેની અંતમાં રી આવે, એવી છ બાબતે પાળવાની છે. તે છ બાબતો આ છે -૧ એકાહારી (એક વખતજ ભોજન કરવું), ૨ ભૂમિસંસ્કારી ( જમીન ઉપરજ સૂવું ), ૩ પાદચારી (પગે ચાલીને જ જવું), જ સમ્યકધારી (દેવ-ગુરૂ અને ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી), ૫ સચિરપરિહારી (સચિત-જીવનવાળી વસ્તુઓનો ત્યાગ કરવો છે, અને ૬ બ્રહ્મચારી (ઘેરથી નિકળવું, ત્યારથી યાત્રા કરીને ઘેર આવવું, ત્યાં સુધી બરાબર બ્રહ્મચર્યે પાળવું.)
આ પ્રમાણે છરી પાળવા પૂર્વક જે તીર્થયાત્રા કરવામાં આવે છે, તે વિધિપૂર્વકની યાત્રા ગણી શકાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org