________________
રોષ ન
હતાં, તેઓ પણ અહિજ સૂરિજીને મળ્યા હતા. બન્ને આચાયર્થીના એકત્રિત થવાથી લેાકેામાં અપૂર્વ ઉત્સાહ ફેલાયા હતા. જો કે, આ પ્રમાણે બન્ને આચાર્યોને એકત્રિત નિવાસ સીરાહીમાં ઘેાડાજ વખત રહ્યા હતા; કારણ કે વિજયસેનસૂરિને કેટલાંક અનિવાયૅ કારણેાથી મહુ જલદી ગુજરાતમાં હીરવિજયસૂરિની આજ્ઞાથી આવવું પડયું હતું સીરાહીમાં હીરવિજયસૂરિના બિરાજવાથી અને તેમના ઉપદેશથી શાસનની ઉન્નતિનાં બહુ સારાં સારાં કાર્યાં થયાં હતાં. આ વખતે સીરાહીના ગૃહસ્થા એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા, કે સૂરિજીને આબૂની યાત્રા કરાવ્યા પછી ઘણીજ વિનંતિ કરીને પાછા સીરાહીમાં લાવી ચામાસુ કરાવ્યું હતું. ( વિ. સ’. ૧૬૪૪ ). સૂરિઅને ચામાસુ કરાવવામાં રાય સુલતાન અને તેના મંત્રી પૂજા મહેતાના ઘણા આગ્રહ હતા. સીરાહીમાં પણ અનેક દીક્ષાત્સવા અને ખીજા' કેટલાંક ધર્મની ઉન્નતિનાં કાર્યોં કરાવી સૂરિજી પાટણ પધાર્યાં અને વિ. સં. ૧૬૪૫ તું ચાતુર્માંસ તેમણે પાટણમાંજ કર્યું. પાર્ટણમાં પણ તેમણે સાત જણને દીક્ષા આપી હતી. પાટણથી વિહાર કરીને સૂરિજી ખાઁભાત પધાર્યાં અRsિ' તેમણે પ્રતિષ્ઠાદ્ઘિ કેટલાંક કાર્યો કર્યાં હતાં. માલૂમ પડે છે કે-વિ. સં. ૧૬૪૬ નુ' ચાતુર્માંસ તેમણે ખંભાતમાંજ કર્યું હતું. આજ વર્ષોંમાં ધનવિજય, જયવિજય, રામવિજય, ભાણુવિજય, કીત્તિ વિજય અને લબ્ધિવિજયને પન્યાસ પદવિચે આપવામાં આવી હતી. વિ. સ’. ૧૬૪૭ ની સાલમાં એ પ્રમાણે કેટલાંક કાર્ટી કરી સૂરિજી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં સૂરિજીના સારા સત્કાર થયા હતા. તેમના પધારવાની ખુશાલીમાં ઘણા શ્રાવકોએ અતુલિત દાન કર્યું હતું. તેમ મ્હોટા આડંબરપૂર્વક ઉત્સવા કર્યાં હતા. વિ. સં. ૧૬૪૮ની સાલમાં સુરિજી અમદાવાદમાંજ રહ્યા હતા, અને તે વખતે નાખ આજમખાનની સાથે વધારે પરિચય થયા હતા. જેનુ વર્ણન સાતમા પ્રકરણમાં આપવામાં આવ્યું છે, સૂરિજી અહિથી વિચરતા વિચરતા રાધનપુર પધાર્યાં હતા. આ વખતેજ સૂરિજીને અકબર બાદશાહનો પત્ર
34
Jain Education International
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org