________________
સૂરીશ્વર અને સાહ
-
-
-
-
પ્રકરણ ૧૦ મું.
-
-
શેષપર્યટન
kilable
atulguill li |
પાંચમા પ્રકરણની અંતમાં આપણે આપણું નાયક
E હીરવિજયસૂરિને અભિરામાબાદમાં મૂકી આવ્યા છીએ. હવે આપણે તેમના તે પછીના પર્યટનને તપાસીએ. વિ. સં. ૧૬૪૨ (ઈ. સ. ૧૫૮૬) નું
ચાતુર્માસ તેમણે અલિરામાબાદમાં વ્યતીત કર્યું. તે દરમીયાન, ગુજરાતમાં ઉપસ્થિત થયેલા ભયંકર ઉપદ્રવને શાંત કરાવવાને માટે તેમને પુનઃ ફતેપુર–સીકરી જવું પડયું હતું, એ વાત આપણે ગત પ્રકરણમાં જોઈ ગયા છીએ. અભિરામાબાદથી વિહાર કરી પાંચમા પ્રકરણમાં કહેવા પ્રમાણે મથુરા અને ગ્વાલીયરની યાત્રા કરી સૂરિજી આગરે આવ્યા હતા. તેમના પધારવાથી આગરામાં સારા સારાં ધર્મ કાર્યો થયાં હતાં. ત્યાંથી પછી વિહાર કરી તેઓ મેડને પધાર્યા હતા. ફાગણ ચોમાસુ તેમણે મેડતામાંજ વ્યતીત કર્યું હતું. તે પછી ત્યાંથી આગળ વિહાર કરી નાગર પધાર્યા. નાગેારમાં સરિ
ને બહુ સારે સત્કાર થયે હતે. સંઘવી જયમલ ભક્તિપૂર્વક સૂરિજીને વંદન કરવાને હામે ગયે હતે. મહેતા મેહાજલે પણ સૂરિજીની ઘણું ભકિત કરી હતી. અહિં જેસલમેરને સંધ સૂરિજીને વંદન કરવાને આવ્યું હતું. જેમાં માંડણ કઠારી મુખ્ય હતું. આ સંઘે સૂરિજીની સેનૈયાથી પૂજા કરી હતી. સં. ૧૬૪૩ નું ચાતુર્માસ પૂરું થયા પછી સૂરિજી પીપાડ પધાર્યા. સૂરિજીના પધારવાની ખુશાલીમાં અહિંના તાલા પુષ્કરણાએ (બ્રાહ્મણે) ઘણું દ્રવ્ય ખરચ્યું હતું. ત્યાંથી પછી સૂરિજી સીરહી પધાર્યા હતા. બીજી તરફ વિજયસેનસૂરિજી, કે જેઓ ગુજરાતથી સૂરિજીની હામે આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org