________________
સૂરીશ્વર અને સમ્રાટ
-
આવી રીતે ઘણું ગામમાં સૂરિજીના અનેક ભક્ત શ્રાવક રહેતા હતા.તે લેકેની સૂરિજી ઉપર એટલી બધી અટલ શ્રદ્ધા હતી કેસૂરિજીના ઉપદેશથી કંઈ પણ કાર્ય કરવાને માટે તેઓ હરવખત તૈયાર રહેતા હતા, એટલું જ નહિ પરંતુ સરિજીની પધરામણી વખતે અને એવા બીજા પ્રસંગમાં હજારનું દાન કરવામાં પણ લગારે સંકોચ કરતા નહિ.
હીરવિજ્યસૂરિ એક વખત ખંભાતમાં હતા, ત્યારે તેમને પૂર્વાવસ્થાને અધ્યાપક ખંભાતમાં આવી ચઢ. સુરિજી અત્યારે સાધુ હતા, લાખે મનુષ્યના ગુરૂ હતા, છતાં સૂરિજીએ પોતાના પૂર્વાવસ્થાના અધ્યાપકનું બહુમાન કર્યું. પછી કહ્યું- મહાશય ! આપ સત્કાર કરવાને ચગ્ય છે; પરન્તુ આપ જાણે જ છે કે હું અત્યારે નિગ્રંથ છું, અતએ આપને શું આપી શકું?
અધ્યાપકે કહ્યું– મહારાજ ! આપ એ સંબંધી કંઈ ચિંતા ન કરે. હું આપની પાસે આવ્યો છું, એનું કારણ જુદું જ છે. મને એક દિવસ સર્પ કરડ હતું. તેનું વિષ કેમે કરી ઉતરતું હેતુ. છેવટ એક ગૃહસ્થ આપનું નામ સ્મરણ કરીને તે ચામડને ખૂબ ચૂસી કે જ્યાં ડંખ માર્યો હતે. આપના નામના પ્રભાવથી વિષ ઉતરી ગયું અને હું બચી ગયે. પછી મને વિચાર થયે કેજે હીરવિજયસૂરિના નામ સમરણથી હું બચી ગયો છું, તે સૂરિનાં દર્શન કરીને મારે પવિત્ર થવું. બસ, આજ વિચારથી હું આપની પાસે આ છું.”
આ વખતે સુરિજીની પાસે સંઘવણ સાગદે બેઠાં હતાં, તેમણે સૂરિજીને પૂછયું કે-“શું આ બ્રહ્મદેવ આપના પૂર્વાવસ્થાન શેર છે ? સરિજીએ કહ્યું–નહિં, તે મારા પૂર્વાવસ્થાના ગોર નહિં, કિન્તુ ગુરૂ છે. સંઘવણે ઝટ પોતાના હાથમાંથી કઠું કાઢીને આપ્યું, અને બીજા પણ બારસે રૂપક એકઠા કરીને પેલા બ્રાહ્મણને દક્ષિણામાં આપ્યા. બ્રાહ્મણે ખુશી થતે અને સૂરિજીનું નામ જપતે વિદાય થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org