________________
૨૫૨
સૂરીશ્વર અને સમ્રાટ
હતા. જેસલમેરમાં માંડણ કેરી, નાગરમાં જયમલ મહેતા અને જાલેરામાં મેહાલ રહેતું હતું, કે જે વસે પિરવાળ હતું. તેણે સીરીમાં લાખ રૂપિયા ખરચીને મુખજીનું મંદિર કરાવ્યું જાણવા જેવી કથા કષભદાસ કવિએ “હીરવિજયસૂરિરાસ ” માં લખી છે. કથાને ટૂંક સાર આ છે -
જ બાદશાહ હુમાયુને જ્યારે સેરઠ ઉપર ચઢાઈ કરી, ત્યારે તેણે નવલાખ મનુષ્યોને બંદિવાન તરીકે પકડયા હતા. તેણે આ મનુષ્યો ચૂકીમને સુપ્રત કર્યો, અને ખુરાસાન દેશમાં વેચી આવવાની આજ્ઞા કરી. આ બધા મનેને પહેલાં તે અલવરમાં લાવવામાં આવ્યા. ગામના મહાજને આ મનુષ્યને છોડી દેવા માટે ઘણી પ્રાર્થના કરી, પરન્તુ છોડી મૂકયા નહિં. હમેશાં દસ-વીસ મનુષ્યો તે રક્ષાની બેદરકારીથી તેમાંથી મરતાંજ હતાં. ભૈરવને આ હકીકત બહુ ત્રાસદાયક જણાઈ. તે હુમાયુનને માનતો પ્રધાન હતા. આવી અવસ્થામાં પણ જે તે પિતાથી બનતું ન કરે, તો પછી તેની દયાલતા શી ? પ્રાતઃકાલમાં બાદશાહ જ્યારે દાતણ કરવાને બેઠે, ત્યારે બાદશાહે ભેરવના હાથમાં પિતાની વીંટી આપી. ભેરવે તે વીંટીની છાપ એક કોરા કાગળ ઉપર પાડી લીધી. ભૈરવ ત્યાંથી રવાના થયો. તેણે પોતાના ધ્રુજતા હાથે કાગળ ઉપર ફરમાન લખ્યું આ ફરમાન લઇને તે રથમાં બેસીને પેલા મુકીમ પાસે ગયા. મુકીમની પાસે પહેલાં તે ફરમાન લઈને પિતાના માણસને મક, અને પિતે રથમાંજ બેસી રહ્યો. ફરમાનમાં તે મૂકીમ શું વાંચે છે– કંઇ પણ વિલંબ કર્યા સિવાય નવલાખ બંદિવાલો ભેરવને સોંપી દેશે.” આ પ્રમાણે બાદશાહની મહેર સાથેની આજ્ઞા જોતાંજ, તેણે ઝટ ભેરવને પિતાની પાસે બોલાવ્યો અને બહુ આદરસત્કાર પૂવર્ક ભૈરવને નવલાખે બંદિવાને સોંપી દીધા. ભૈરવે રાતે ને રાતે બધાઓને મુક્ત કરાવી દીધા. સ્ત્રી, પુરૂષો અને બાળકે અંત:કરણથી
ૌરવને આશીર્વાદ દેવા લાગ્યાં. તે બધાઓને રવાના કરતી વખતે ભૈર પિતાને ત્યાંથી પાંચસો ઘડા મંગાવીને આગેવાનોને આપ્યા, અને દરેકને એક એક સોનામહેર આપી. જ પ્રાત:કાલમાં દેવપૂજન, ગુરૂવંદન વિગેરે આવશ્યક ક્રિયાઓ કરીને ભેરવ એક વિચિત્ર વા પહેરી બાદશાહ પાસે ગયે. બાદશાહ તે એકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org