________________
શિષ્ય-પરિવાર
પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ
સંધપ્રતિષ્ઠા મનનિ રંગ. જેહની ગાદી આબંદિરિ,
સેવન છત્ર સેહિ ઉપરિ, કેઈ ન લપિ તેહની લાજ, નામિ સીશ ફરંગીરાજ.
૧૩૧ હીરવિજયસૂરિના શ્રાવકે આવાજ ઉદાર અને શાસનપ્રેમી હતા. આવી રીતે રાજનગરમાં વચ્છરાજ,નાના વીપુ, ઝવેરી અરજી, શાહ ભૂલે, પૂજે બંગાણી અને દેસી પનજી વિગેરે હતા. પાટણમાં સની તેજપાલ, દેસી અબજી, શા. કકૂ વિગેરે હતા. વીસલનગરમાં (વીસનગર) શાહ વાઘે, દેસી ગલા, મેઘા, વીરપાલ વીજ અને જિણદાસ વિગેરે હતા. સીહીમાં આસપાલ, સચવીર, તેજા, હરખા, મહેતે પૂજે અને તેજપાલ વિગેરે હતા. વેરાટમાં સંઘવી ભારમલ અને દ્રરાજ વિગેરે હતા. પીપાડમાં હેમરાજ, તાલે પુષ્કર વિગેરે હતા. અલવરમાં શાહ ભૈરવ
૧ હીરવિજયસૂરિ, અકબર બાદશાહ પાસેથી વિદાય થઈને જ્યારે ગુજરાતમાં આવતા હતા, ત્યારે પીપાડનગરમાં સૂરિજીને વંદન કરવા વૈરાટના સંધવી ભારમલને પુત્ર ઇંદ્રરાજ આવ્યો હતો. અને તેને સૂરિ જીને પિતાના નગરમાં પધારવા માટે ખૂબ વિનતિ કરી હતી. પરંતુ સૂરિજીને બહુ જલદી સીહી જવાનું હોવાથી પિતે ન પધારતાં કલ્યાવિજય ઉપાધ્યાયને મોકલ્યા હતા. કલ્યાણવિજય ઉપાધ્યાય પાસે, ઈરાજે ચાલીસ હજાર રૂપિયાને વ્યય કરી મટી ધૂમધામથી પ્રતિષ્ઠા કરાવી હતી. (જૂઓ, હીરવિજયસૂરિરાસ, પૃ. ૧૫ર ).
૨ ભૈરવ, એ હુમાયુનને માનીતે મંત્રી હતા. કહેવાય છે કે તેણે પિતાના પુરૂષાર્થથી નવલાખ બંદિવાનેને છેડાવ્યા હતા. બંદિવાનેથી અહિ કેદી સમજવાના નથી. બાદશાહી જમાનામાં લડાઈઓનો અંદર શત્રુપક્ષના જે માણસને પકડવામાં આવતા હતા, તેઓને બંદિવાન કહેવામાં આવતા. આ બંદિવાનેને મુસલમાન બાદશાહ ગુલામ તરીકે ગણીને ખુરાસાન કે એવા બીજા દેશોમાં વેચી દેતા હતા. આવા નવલાખ બંદિવાનને તૈરવે એકી સાથે છેડાવીને અભયદાન આપ્યા સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org