________________
શિષ્ય પરિવાર
૨૪૯
સ્થાપના કરી હતી. નેજામાં એક, તેમાં ત્ર૪ષભદેવની સ્થાપના કરી હતી અને વરડેલામાં (ખંભાત પાસેના) બે મંદિર બનાવી કરેડાપાટ્વનાથ અને નેમનાથની સ્થાપના કરી હતી. એમણે સંઘવી થઈને આબૂ રાણપુર અને ગેડીપાર્શ્વનાથની યાત્રાને માટે સંઘ કાઢયા હતા. આ બન્ને ગૃહસ્થનું એટલું બધું માન હતું કે બાદશાહ અકબરે પણ તેમનું દાન સર્વત્ર માફ કર્યું હતું. જીવદયાના કાર્યમાં પણ તે બન્ને ભાઈઓ આગળ પડતે ભાગ લેતા હતા. ઘઘલામાં કેઈ માણસ જીવ ન મારે, એ હુકમ તેમણે મેળવ્યું હતું. ચં. ૧૬૬૧ ની સાલમાં ભયંકર દુષ્કાળ પડશે, ત્યારે તેમણે ચાર હજાર મણ અનાજ વાપરીને ઘણાં કુટુંબની રક્ષા કરી હતી, એટલું જ નહિ પરતુ પોતાની તરફના કેટલાક માણસને ગામેગામ ફેરવીને થાણા ગરીબને કી રકમ આપીને પણ સહાયતા કરી હતી. એકવાર તેઓએ તેત્રીસ લાખ રૂપીયા પુણ્ય કાર્યમાં ખરચ્યા હતા.
આ લેખ ઉપરથી જણાય છે કે-વિ. સં. ૧૬૪૪ ની સાલમાં રાજીઆ-વજીઆએ આ મંદિર કરાવ્યું અને ચિંતામણિ પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામિની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરી વિજયસેનસૂરિએ. આ લેખમાં જે કે-સંવત ઉપરાન્ત પ્રતિષ્ઠા કર્યાની તિથિ કે વાર નથી લખવામાં આવેલ, પરતુ આ લેખ જે મૂર્તિને સ્થાપન કર્યાની હકીકત પૂરી પાડે છે, તેજ (ચિંતામણિપાર્શ્વનાથની મૂત્તિ) ઉપરના લેખમાં પ્રતિષ્ઠાની તિથિ સં. ૧૬૪૪ ના જયેષ્ઠ સુ. ૧૨ સોમવારની આપવામાં આવેલી છે. આવી જ રીતે “વિનચરિતાર્થ અને હીરવિજયસૂરિરાસ” માં પણ આજ તિથિ આપવામાં આવી છે. ઉપર આપેલા લેખ ઉપરથી એ પણ જણાય છે કે-રાજી અને વછઆ મૂળ ગધારના રહેવાસી હતા, પરંતુ મંદિર થયું, તે સમયમાં તેઓ ખંભાતમાં રહેતા હતા.
૧ નેજા, ખંભાતથી લગભગ રા માઈલ ઉત્તરમાં આવેલું એક હાનું ગામડું છે. વર્તમાનમાં અહિં નથી શ્રાવકનું ઘર કે નથી મંદિર, ગામ પણ લગભગ વસ્તી વિનાનું છે. માત્ર એક સરકારી બગીચે છે.
૨ આ ગામ દીવ બંદરથી લગભગ બે માઇલ ઉપર આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org