________________
શિષ્ય પરિવાર
-
-
સૂરિજીના ઉપદેશથી એક વિશાળ અને સુંદર મંદિર બંધાવ્યું હતું.' ખંભાતમાં સંઘવી સામકરણ, સંઘવી ઉદયકરણ, સેની તેજપાલ, રાજા શ્રીમલ, ઠકકર જયરાજ, જસવીર, ઠક્કર લાઈયા, ઠકકર કાકા વાવા, ઠકકર કુંઅરજી, શાહ ધર્મશી, શાહ લકકે; દેસી હીરે, શ્રીમલ, સેમચંદ અને ગાંધી કુંઅરજી વિગેરે મુખ્ય હતા. આજ ખંભાતના રહેવાસી પારેખ રાજીઓ અને વજી સૂરિજીના પરમભક્ત હતા. આ રાજીઆ અને વજીએ પોતાના જીવનમાં સૂરિજીના ઉપદેશથી ઘણાંજ સમાચિત કાર્યો કર્યાં હતાં. તેઓ
૧ આ મંદિર તે છે કે-જે સિદ્ધાચલજી ઉપર આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખૂણામાં ચૌમુખજીનું મંદિર કહેવાય છે. આની અંદરના લેખ ઉપરથી જણાય છે કે વિ. સં. ૧૬૨૦ ના કારતક સુ૦ ૨ ના દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. હીરવિજયસૂરિના ઉપદેશથી ગંધારવાસી શ્રીમાલીજ્ઞાતીય પાસવીરના પુત્ર વર્ધમાન તેના પુત્રો સા. રામજી, બહુજી, હંસરાજ અને મનજીએ ચારધારવાળું શાન્તિનાથનું આ મંદિર બનાવ્યું હતું.
૨ સઘવી ઉદયકરણ, હીરવિજયસૂરિને પરમ શ્રદ્ધાળુ શ્રાવક હતો. તેણે હીરવિજયસૂરિના સ્વર્ગવાસ પછી તુર્તજ સિદ્ધાચલજી ઉપર તેમના (સૂરિજીનાં) પગલાંની સ્થાપના કરી હતી. આ પગલાં અત્યારે પણ ઝડષભદેવભગવાનના મંદિરની પશ્ચિમે નાના મંદિરમાં વિદ્યમાન છે. તેના ઉપરના લેખથી માલૂમ પડે છે કે-સૂરિજીનો સ્વર્ગવાસ થયે, તેજ સાલના એટલે ૧૬૫ર ના માગશર વ. ૨ ને સોમવારના દિવસે ઉદયકરણે, વિજયસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજય અને પંડિત ધનવિજયજીની વિદ્યમાનતામાં પ્રતિષ્ઠા કરાવી હતી. લેખના બાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબંધી કરાવેલાં કાર્યોનું ટૂંકમાં વર્ણન આપેલું છે.
સંધવી ઉદયકરણ ખંભાતને પ્રસિદ્ધ શ્રાવક હતે. હષભદાસ કવિએ “હીરવિજયસૂરિરાસ” માં ઠેકાણે ઠેકાણે તેનું નામ લીધું છે.
૩ ૩ષભદાસ કવિએ વિ. સં. ૧૬૮૫ ના પિષ સુ. ૧૭ ને રવિવારના દિવસે ખંભાતમાંજ મલીનાથનાસ બનાવ્યું છે. તેની અંતમાં ખંભાતના ધેરી શ્રાવકને પરિચય તેમણે આ પ્રમાણે આપ્યા છે –.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org