________________
સુધી અને સહ.
મારીરા, જયકારા-દીવા (સં. ઘરૂરૂ ), પ્રમાણપણા-સતી, जगद्गुरुकाव्य, शीलप्रकाश. धर्मपरीक्षा अने तिलकमंजरीकथा (૪) વિગેરે વિગેરે–
૫ કલ્યાણવિજય વાચક-તેમને જન્મ લાલપુર (સિદ્ધપુરથી દક્ષિણમાં ૧૫ માઈલ ઉપર છે તે) માં વિ. સં. ૧૬૦૧ ના આસે વ૦ ૫ ના દિવસે થયે હતે. સં. ૧૬૧૬ ના વૈશાખ વ. ૨ ના દીવસે મહેસાણુમાં તેમણે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને સં. ૧૬૨૪ ના ફાગણ વ. ૭ ના દિવસે તેમને પંડિત પદ મળ્યું હતું. તેઓ જેવા વિદ્વાન હતા, તેવાજ વ્યાખ્યાની પણ હતા અને તેવાજ તાર્કિક પણ હતા. વળી તેમનું ચારિત્ર પણ એવું નિર્મળ હતું કે-જનતા પર તેમના ઉપદેશની સચોટ અસર થતી હતી.
એક વખત રાજપીપળામાં રાજા વચ્છ ત્રિવાડીના નિમંત્રણથી છ હજાર બ્રાહ્મણ પંડિતે એકત્ર થયા હતા. રાજા ઉદાર મનને હતું. તેણે બ્રાહ્મણ પંડિતની આ વિરાટ સભામાં કલ્યાણ વિજયજીને પણ નિમંત્રણ કરી બેલાવ્યા અને બ્રાહ્મણ પંડિત સાથે વાદ કરવાને જણાવ્યું. રાજા મધ્યસ્થ બને. વાદ શરૂ થયો. - ૧ રાજા વચ્છ ત્રિવાડી, એ રાજપીપળાને બ્રાહ્મણ જ્ઞાતીય રાજા હત, જૂઓ- આઈન-ઈ-અકબરીના બીજા ભાગનો અંગરેજી અનુવાદ પૃ. ૨૫૧. વછે, એ તેનું નામ હતું અને ત્રિવાડી એ તેની અટક હતી. અકબરનામાના ત્રીજા ભાગના અંગરેજી અનુવાદના ૬૦૮ મા પેજની ચેથી નેટમાં લખવામાં આવ્યું છે કે–ત્રીજો મુજફફર, કે જે ગુજરાતને છેલ્લો બાદશાહ હતો, તે ફતેપુર–સીકરીથી નાસીને રાજપીપળાના રાજા તરવારી (ત્રિવાડી) પાસે ગયો હતે. નવાઈ જેવું છે કે-મિરાતે સિકંદરીના-આત્મારામ મતીરામ દીવાનજીએ કરેલા-ગુજરાતી અનુવામાં તરવારીને એક સ્થાન તરીકે ગણવાની મહેટી ભૂલ થયેલી છે, જાઓ પે. ૪૫૮. આવી જ ભૂલ મિરાતે એહમદીના-પઠાણ નિઝામખાન નરખાન વકીલે કરેલા-ગુજરાતી અનુવાદમાં પણ થવા પામી છે. જાઓ. પિ, ૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org