________________
સુરીશ્વર અને સાહ
એક વખત વ્યાખ્યાન સમયે પદ્યસાગરજીએ “યજ્ઞમાં પશુહિંસા કરવામાં આવે છે. તેને નિષેધ કર્યો. આ વખતે ત્યાં બેઠેલ બ્રાહ્મણે પૈકી એકે કહ્યું–નહિં, અમે બકરાને અમારી ઈચ્છાથી મારતા નથી, તેની પ્રાર્થનાથી જ મારીએ છીએ. તે બરાડા પાડીને કહે છે કે-“હે મનુષ્ય! અમને જલદી મારીને સ્વર્ગમાં પહોંચાડે, જેથી અમે આ પશુના ભવથી છૂટી જઈએ.”
પદ્મસાગરજીએ આ યુક્તિના પ્રતિવાદમાં કહ્યું-પંડિત પ્રવરે! આપ એવી કલ્પના ન કરે. એ તે એક પ્રકારની સ્વાથિક કલ્પના છે. તે પશુ તે બરાડા પાડીને એમજ કહે છે કે
“હે સજજન પુરૂષે ! હું સ્વર્ગનાં ફળને ભેગવવા માટે ઉત્સુક નથી. તેમ મેં તમને સ્વર્ગમાં પહોંચાડવા માટે પ્રાર્થના પણ કરી નથી. હું તે હમેશાં તૃણભક્ષણ કરવામાંજ સંતુષ્ટ છું. અને જે એ વાત સાચીજ હોય, કે તમારી દ્વારા યજ્ઞમાં હોમાતા જી સ્વર્ગમાં જ જાય છે, તે પછી તમે તમારા માતા-પિતા-પુત્ર અને ભાઈ વિગેરેને શા માટે સૌથી પહેલાં યજ્ઞમાં નથી હામતા ? અને થત તેઓને જ પહેલાં સ્વર્ગમાં કેમ પહોંચાડવામાં નથી આવતા?”
સજજને ! સ્વાર્થ યુક્ત યુક્તિથી કંઈ વળતું નથી. વસ્તુતઃ વિચાર કર જોઈએ કે-જેમ આપણને લગારે દુખ પ્રિય નથી, તેમ જગના કેઈ પણ જીવને દુઃખ પ્રિય નથી. આવી અવસ્થામાં કે પણ જીવને કેઈ પણ નિમિત્ત વધ કર, એ કોઈ રીતે ચોગ્ય ગણી શકાય નહિ.”
પદ્મસાગરજીની ઉપર્યુક્ત યુક્તિથી દરેકને ચૂપજ થવું પડયું.
આજ પ્રસંગે કર્મસી નામના ભંડારીએ વળી એક પ્રશ્ન ઉલે કર્યો. તેણે મૂર્તિની અનાવશ્યકતા બતાવતાં કહ્યું
કઈ સ્ત્રીને પતિ પરદેશ જાય, પછી પતિની અવિદ્યમાનતામાં તે સ્ત્રી પતિની મૂર્તિ બનાવીને હમેશાં પૂજે, પરંતુ એથી તેનું કંઈ વળે નહિ, તેવીજ રીતે મૂર્તિથી પણ કઈ વળતું નથી.”
પધસાગરજીએ કહ્યું- હું બીજું દૃષ્ટાન્ત આપું, તે પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org