________________
શિષ્ય-પરિવા,
૧૦૦
હતી. જ્યારે જહાંગીર માંડવગઢ હતું, ત્યારે તેણે ગુજરાતમાં માણસ મોકલીને ભાનુચંદ્રજીને પોતાની પાસે તેડાવ્યા હતા. અહિં તેણે પિતાના પુત્ર શહરયારને ભાનચંદ્રજી પાસે ભણવા મૂક હતા. ભાનચંદ્રજી જ્યારે માંડવગઢમાં આવ્યા, ત્યારે બાદશાહ જહાંગીરે શું કહ્યું હતું – “ મિલ્યા ભૂપનઈ, ભૂપ આનંદ પાયા,
ભલઈ તમે ભલઈ અહી ભાણગંદ આયા; તુમ પાસિથિઈ મોહિ સુખ બહૂત હેવઇ,
સહરિઆર ભણવા તુમ વાટ જેવઇ. પઢાઓ અહ્મ પૂતકું ધર્માવત,
જિઉં અવલ સુણતા તુમહ પાસિ તાત; ભાણચંદ! કદીમ તુમે હે હમારે, સબહી થકી તુમહ હે હમ્મતિ પ્યારે. ૧૩૧૦
(ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૪, પૃ. ૧૮ ) - ભાનુચંદ્રજી જ્યારે બુરહાનપુર ગયા હતા, ત્યારે ત્યાં તેમના ઉપદેશથી દશ મંદિર બન્યાં હતાં, તેમ દશ જણાઓને તેમણે દીક્ષા આપી હતી. માલપુરમાં તેમણે વિજાતિની સાથે વાદ કરીને તેમને પરાજય કર્યો હતે. અહિં પણ તેમના ઉપદેશથી એક વિશાળ જિનમંદિર બન્યું હતું અને તેના ઉપર સુવર્ણમય કળશ ચઢાવરાવી પ્રતિષ્ઠા કરી હતી. જ્યારે તેઓ મારવાડમાં આવેલા જાલોર નગરમાં આવ્યા હતા, ત્યારે ત્યાં તેમણે એકવીશ જણાએને એક સાથે દીક્ષા આપી હતી. એકંદર તેમને ૮૦ વિદ્વાન શિષ્ય હતા, અને તેર પંન્યાસ હતા, એમ ત્રષભદાસ કવિના કથનથી માલૂમ પડે છે.
૪. પાસાગર. તેઓ ખાસા વાદી હતા. પ્રસંગ પ્રાપ્ત થયે શાસ્ત્રાર્થ કરીને બીજાને પરાસ્ત કરવામાં તેઓ સારી કુશળતા ધરાવતા હતા. શિરોહીના રાજા સમક્ષ નરસિંહ ભટ્ટને તેમણે વાતની વાતમાં નિરૂત્તર કર્યો હતે. વાત એમ બની કે
૧ આ ગામ જયપુર સ્ટેટમાં અજમેરથી પૂર્વમાં લગભગ પચાસ માઈલ ઉપર આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org