________________
૨૩૮
સૂરીશ્વર અને સા.
તેમનાજ શિષ્ય અમરચંદ કવિએ સંવત્ ૧૬૭૮ ના વૈશાખ સુ ૩ ને રવિવારે બનાવેલા કુલ વજરાસની પ્રશસ્તિમાં લખી છે.
આમણે અજિતશાન્તિસ્તવમાં આવેલા દેને અનુસરીને ગષભદેવ અને વીરપ્રભુની સંસ્કૃત ભાષામાં સ્તુતિ બનાવી છે. તેમ જશદ્વીપપન્નતિની ટીકા વિ. સં. ૧૯૫૧ માં બનાવી છે. આ સિવાય તેઓની પ્રભાવકતા કેવી હતી, એ વાત તેમણે અકબર બાદશાહ પાસે કરાવેલાં કાર્યોથી સુવિદિતજ છે.
૩ ભાનુદ્રજી ઉપાધ્યાય, તેઓ પણ તે વખતના પ્રભાવિક પુરૂષે પૈકીના એક હતા. તેઓ મૂલ સિદ્ધપુરના રહીશ હતા. તેમના પિતાનું નામ રામજી હતું અને માતાનું નામ રમાશે. તેમનું પોતાનું નામ ભાણુછ હતું. સાત વર્ષની ઉમરે તેમને નિશાળમાં બેસાડવામાં આવ્યા હતા અને દસ વર્ષની ઉમ્મરે તે હુંશીયાર થયા હતા. તેમના વડીલ ભાઈનું નામ રંગજી હતું સૂરચંદ્ર પંન્યાસને સમાગમ થતાં તે બંને ભાઈઓએ દીક્ષા લીધી હતી. ઘણા ગ્રંને અભ્યાસ કર્યા પછી તેમને પંડિતપદ મળ્યું હતું. હીરવિજયસૂરિએ તેમના એગ્ય જાણીને અકબર બાદશાહ પાસે રાખ્યા હતા. અકબરને પણ તેમને ઉપદેશથી બહુ પ્રસન્નતા થઈ હતી. અને તે પ્રસન્નતાના કારણે તેમના ઉપદેશથી બાદશાહે ઘણાં સારાં સારાં કામે કયાં હતાં, જે કામનું વર્ણન છઠ્ઠા પ્રકરણમાં આપવામાં આવેલું છે. તે
અકબરને દેહાન્ત થયા પછી ભાનચંદ્રજી પુનઃ આગરે ગયા હતા અને અકબર બાદશાહે પહેલાં જે જે ફર્મોને કરી આપ્યાં હતાં તે બધાં કાયમ રાખવાને માટે જહાંગીરને પુનઃ હુકમ મેળવ્યું હિતે. અકબરની માફક જહાંગીરની પણ ભાનુચંદ્રજી ઉપર બહુશ્રદ્ધા
૧ જૂઓ, પૃ. ૧૪૩ થી ૧૪૫.
૨ આ સુરચંદ પન્યાસ તેજ છે કે-જેમણે ધર્મ સાગરજી ઉપાધ્યાયે બનાવેલ “ ઉસત્રકકદાલ ' નામના ગ્રંથ આચાર્ય શ્રી વિજયદાન સૂરિની આજ્ઞાથી પાણુમાં બાળી દીધો હતો. ( જૂઓ ઐતિહાસિક રાસ સ, ભા. ૪ થે. ૫. ૧૩.) ૩ જુએ , ૧૪૫ થી ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org